Last Updated on by Sampurna Samachar
ગ્રેટર બેંગલુરુ ઑથોરિટીએ શરૂ કરી પહેલ
લગભગ ૫૦૦૦ ગાડીઓ લોકોના ઘરે જાય છે છતાં કચરાના ઢગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગ્રેટર બેંગલુરુમાં રસ્તા પર કચરો ફેંકનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો રસ્તાને પર કચરો ફેંકે છે, એવા લોકોને પાઠ ભણાવવા માટે ગ્રેટર બેંગલુરુ ઑથોરિટીએ એક ખાસ પહેલી શરૂ કરી છે. જે હેઠળ જે લોકો રસ્તા પર કચરો ફેંકતા જોવા મળશે, GBA એ કચરાને ફરી તેમના ઘરમાં ફેંકી દેશે. GBA ના ગાર્બેજ ડમ્પિંગ ફેસ્ટિવલ દ્વારા શહેરને ગંદા કરનારા લોકોને પાઠ ભણાવવામાં આવશે.

બેંગલુરુ સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી કરિગૌડાએ આ વિશે જણાવ્યું કે, બેંગલુરુમાં અમારી પાસે લગભગ ૫૦૦૦ ગાડીઓ છે, જે સૂકો કચરો અને ભીનો કચરો ભેગો કરવા લોકોના ઘરે જાય છે. તેમ છતાં, અનેક લોકો રસ્તા પર કચરો ફેંકે છે.
ગુનેગારો પર સીસીટીવી દ્વારા નજર રખાશે
અમે નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને BSWML રસ્તા પર કચરો ફેંકનારા લોકોના વીડિયો મળ્યા છે. રસ્તા પર કચરો ન ફેંકવા વિશે જાગૃતતા ફેલાવવા માટે આ પહેલ એક રિટર્ન ગિફ્ટ છે. જાેકે, ફક્ત કચરો તેમના ઘરે પરત નહીં કરવામાં આવે પરંતુ તે વ્યક્તિને ૨૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે.
બેંગલુરુને ગાર્ડન સિટી જણાવતા કરિગૌડાએ લોકોને કચરો ન ફેંકવા અને શહેરની સ્વચ્છતા જાળવી રાખવાની વિનંતી કરી. ગુનેગારો પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.