Last Updated on by Sampurna Samachar
મહારાષ્ટ્ર સરકારનો સરકારી ઓફિસ કર્મચારીઓ માટે કડક નિયમ
જો કોઇ નિયમ તોડશે તો કાર્યવાહી થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર સરકારે સરકારી ઓફિસના કર્મચારીઓ માટે હવે નવો નિયમ લાવ્યો છે. જેમાં સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે સરકારી ઓફિસ હવે કોઈ પણ પ્રકારના પર્સનલ ફંક્શન માટે નહીં હોય. મતલબ સ્પષ્ટ છે કે, હવે સરકારી કર્મચારી પોતાના ઓફિસ ટાઈમમાં કેક કાપી શકશે નહીં. મીણબત્તી પ્રગટાવી શકશે નહીં, અને કોઈ નાનામોટા સેલિબ્રેશન પણ કરી શકશે નહીં. સરકારે મહારાષ્ટ્ર સિવિલ સેવા આચરણ નિયમ ૧૯૭૯ અંતર્ગત આ ર્નિણય લીધો છે.
જો કોઈ કર્મચારી આ નિયમ તોડશે, તો સર્ક્યુલરમાં જાણકારી આપી છે, તેમ જો આવું કરશે તો સીધી ચેતવણી વિના કાર્યવાહીનો સામનો કરવો પડશે. હંમેશા જોવા મળ્યું છે કે કેટલીય સરકારી ઓફિસો પાસે ઢગલાબંધ ફાઈલોના કામ પેન્ડિંગ રહે છે. પણ તેમ છતાં અમુક લોકો ઓફિસ ટાઈમમાં પોતાનો જન્મદિવસ અથવા સેલિબ્રેશન મનાવતા હોય છે. આ કારણે બાકી કામ પ્રભાવિત થાય છે.
સરકારી ઓફિસમાં આવા દેખાડા નોકરી માટે ખતરો
સરકારે જ્યારે આ જોયું કે ઓફિસમાં પર્સનલ સેલિબ્રેશન વધી રહ્યા છે, તો તરત તમામ સરકારી વિભાગોને એક સર્ક્યુલર મોકલી દીધો. તેમાં લખ્યું છે કે, કોઈ પણ અધિકારી કે કર્મચારી જો ઓફિસ ટાઈમમાં આવું કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. લોકો દરેક વસ્તુને કેમેરામાં કેદ કરવા માંગે છે અને ઈન્સ્ટાગ્રામ અથવા ફેસબુક પર શેર કરવા માંગે છે. કેટલાય સરકારી કર્મચારી એવા પણ છે, કેક કાપે છે, વીડિયો બનાવે છે, પછી બધું પોસ્ટ કરી દે છે, પણ હવે આ બધો દેખાડો સરકારી નોકરી માટે ખતરો બની શકે છે.
સરકારનું કહેવું છે કે, આવા સેલિબ્રેશન ઓફિસની ગંભીરતા અને કામના માહોલને નુકસાન પહોંચાડે છે. સાથે જ તેનાથી એવું લાગે છે કે કર્મચારીઓ પોતાના કામને લઈને જવાબદાર નથી. એટલા માટે આવા કિસ્સામાં જરા પણ ઢીલ આપી શકાય નહીં.