Last Updated on by Sampurna Samachar
આઠમાં પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ૨૦૨૭ માં આવી શકે
પગાર કેટલો વધી જશે? તે એક સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચના નિયમ અને શરતોને લાગૂ કર્યું હતું. સરકાર તરફથી નવા પગાર પંચની કમિટી આગામી ૧૮ મહિનામાં રિપોર્ટ આપી શકે છે. પરંતુ કર્મચારીઓ માટે સૌથી મોટો સવાલ છે કે આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ પગાર કેટલો વધી જશે? આ સવાલનો જવાબ આપવા માટે સંપૂર્ણ ગણતરી સમજવી પડશે.

કર્મચારી પસંદગી કમિટી તરફથી ભરતી થનાર લેવલ-૧ના કર્મચારી MTS, CHSL, CGL, CPO અને અલગ-અલગ વિભાગના કર્મચારી આ જાણવા માટે ઉત્સુક રહે છે કે નવું પગાર પંચ લાગૂ થયા બાદ પગાર કેટલો વધશે? આઠમાં પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ૨૦૨૭ મા આવવાની આશા છે. પરંતુ તેને ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી પ્રભાવી માનવામાં આવશે.
કર્મચારીઓને ૧૮૦૦૦ રૂપિયાનો બેઝિક પગાર મળી રહ્યો છે
પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઇમ મેમ્બર અને પંકજ જૈન તેના સભ્ય સેક્રેટરી છે. આવો જાણીએ નવું પગાર પંચ લાગૂ થયા પર કર્મચારીઓના પગાર સ્ટ્રક્ચરમાં કયા પ્રકારે ફેરફાર થવાની આશા છે? ૮ મા પગાર પંચ હેઠળ પગાર વધારો કેટલો થશે? આ સમજતા પહેલા, ૭મા પગાર પંચ હેઠળ SSC લેવલ ૧ કર્મચારીઓ માટે પગાર માળખું સમજવું મહત્વપૂર્ણ છે.
SSC મંત્રાલયો, વિવિધ વિભાગો અને ક્ષેત્રીય કચેરીઓ માટે લાખો કર્મચારીઓની ભરતી કરે છે. વર્તમાન ૭મા પગાર પંચ સિસ્ટમ હેઠળ, આ પદો પર લેવલ ૧ પદો માટે મૂળ પગાર ૧૮,૦૦૦ પ્રતિ માસ છે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થું , ઘર ભાડું ભથ્થું , મુસાફરી ભથ્થું અને અન્ય ભથ્થાં પણ મળે છે. ફિટમેન્ટ ફેક્ટરમાં નાનો ફેરફાર પણ પગાર પર નોંધપાત્ર અસર કરી શકે છે.
સાતમાં પગાર પંચમાં જે કર્મચારીઓને ૧૮૦૦૦ રૂપિયાનો બેઝિક પગાર મળી રહ્યો છે. નવા પગાર પંચની ભલામણ લાગૂ થયા બાદ અને સેલેરી રિવાઇઝ કર્યા બાદ બેઝિક પે (૧૮,૦૦૦ રૂપિયા * ૧.૯૨) = ૩૪,૫૬૦ રૂપિયા હોવાની આશા છે. ફિટમેન્ટ ફેક્ટર ૧.૯૨ લાગૂ થવા પર લેવલ-૧ વાળા કર્મચારીઓનો બેઝિક પે ૩૪૫૬૦ રૂપિયા થશે. તેમાં ફેરફાર થવાની અસર પગાર પર પડશે. ૩૪૫૬૦ રૂપિયાના બેઝિક પગાર પર ભથ્થાની ગણતરી અલગથી કરવામાં આવશે.