Last Updated on by Sampurna Samachar
વાર્ષિક રોજગાર દિવસો ૧૦૦ થી વધારીને ૧૨૫ દિવસ કરી શકે
VB-G RAM G કરીને સંસદમાં રજૂ થશે બિલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું છે. હવે આ યોજનાનું નામ “જી રામ જી” યોજના હશે. કેન્દ્ર સરકાર આ અંગે સંસદમાં એક બિલ લાવશે. કેન્દ્ર સરકારે મનરેગાનું નામ હવે વિક્સિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન VB-G RAM G કરીને એક બિલ લાવશે. સરકાર આ સાથે આ યોજનામાં વાર્ષિક રોજગાર માટેના દિવસોને પણ ૧૦૦ થી વધારીને ૧૨૫ દિવસ કરવાની જાહેરાત કરી શકે છે.

અત્રે જણાવવાનું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ને રદ કરી ગ્રામીણ રોજગાર માટે નવો કાયદો લાવવા સંબંધિત એક બિલની કોપીઓ લોકસભાના સભ્યોને વહેંચવામાં આવી છે. બિલની કોપી મુજબ તેનો હેતુ વિક્સિત ભારત-રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન (ગ્રામીણ) બિલ, ૨૦૨૫ સંસદમાં લાવવાનો અને ૨૦૦૫ના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમને રદ કરવાનો પ્રસ્તાવ છે.
૧૯ ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ થશે
બિલમાં કહેવાયું છે કે બિલનો હેતુ વિક્સિત ભારત ૨૦૨૭ના રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ મુજબ ગ્રામીણ વિકાસ માળખાને સ્થાપવાનો છે. જે હેઠળ અકુશળ શારીરિક શ્રમક કરવા માટે સ્વચ્છાએ આગળ આવનારા પ્રત્યેક ગ્રામીણ પરિવારના વયસ્ક સભ્યને દર નાણાકીય વર્ષમાં ૧૨૫ દિવસી મજૂરી આધારિત રોજગારની વૈધાનિક ગેરંટી આપવામાં આવશે.
તેનો હેતુ લક્ષ્ય સશક્તિકરણ અને વિકાસને પ્રોત્સાહન આપીને સમૃદ્ધ અને સક્ષમ ગ્રામીણ ભારતનું નિર્માણ કરવાનો છે. આ બિલ લોકસભા સભ્યોને પહોંચતું કરી દેવાયું છે અને તે સદનમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે સંસદનું શિયાળુ સત્ર એક ડિસેમ્બરે શરૂ થયું હતું જે ૧૯ ડિસેમ્બરે સમાપ્ત થશે.