Last Updated on by Sampurna Samachar
જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આપી ચેતવણી
ગરબામાં પોલીસ ચાંપતી નજર રાખશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લા પોલીસ વડાનું ગુનેગારોને અલ્ટિમેટમ આપ્યું છે. બે કે તેથી વધુ ગુનામાં ઝડપાયેલા અપરાધીઓને ચેતવણી આપવામાં આવી કે, હવે જો કોઈ ગુનાખોરી આચરી તો કડક કાર્યવાહી થશે. રાજકોટમાં ૪૦૦ જેટલા ગુનેગારોને જિલ્લા પોલીસ વડાએ સંબોધન કર્યું હતું. ગોંડલના SRP ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
મહત્વનું છે કે, આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. સાથે જ ગુનાખોરી આચરતા લોકોનું એક લિસ્ટ બનાવી. જેમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા ૪૦૦ જેટલા લોકોને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ચેતવણી આપી અને કહ્યું છે કે, હવે જો કોઈ પ્રકારનો ગુનો આચરશે તો કડક કાર્યવાહી થશે. સાથે જ જિલ્લામાં યોજાનારા ગરબામાં પોલીસ ચાંપતી નજર રાખશે. મહિલા પોલીસ દળની સી ટીમને સીવીલ ડ્રેસમાં ડીપ્લોય કરવામાં આવશે.
કડક બંદોબસ્ત વચ્ચે પોલીસની સી ટીમ કાર્યરત
રાજકોટ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં બે કે વધુ ગુનામાં ઝડપાયેલ ગુનેગારોને જિલ્લા પોલીસ વડાએ અલ્ટિમેટમ આપ્યું છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત ગુનેગારોને સુધારવા માટે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે અનોખો અભિગમ અપનાવ્યો છે. ગોંડલ એસ.આર.પી.ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ગુનેગારોને સંબોધીને સુધરી જવા ચેતવણી આપી.
તેઓએ દારૂ, જુગાર, ચોરી, લૂંટ, જેવા અનેક ગુનામાં બે કે વધુ વખત ઝડપાયેલા ૮૦૦ કરતા વધુ ગુનેગારોમાંથી પ્રથમ ૪૦૦ જેટલા ગુનેગારોને સંબોધન કર્યું. તેમણે ગુનેગારોને કહ્યું કે, ગુનાખોરીને લઈને પોતાના સમાજ અને પરિવાર સહિતના લોકોની બરબાદી થાય છે. ગુનેગારો સુધરશે નહિ અને વધુ ગુનો કરશે તો તેમનુ હવે નીકળશે જાહેરમાં સરઘસ નીકળશે.
સાથે જ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને પણ ગુનાખોરી સામે કડક પગલા ભરવાના જિલ્લા પોલીસ વડાએ આદેશ આપ્યા. જિલ્લામાં નવરાત્રિ પર્વે યોજાતા ૮૦૦ જેટલા શેરી ગરબા અને ૧૧ જેટલા પ્રાઈવેટ ગરબામાં કડક બંદોબસ્ત વચ્ચે પોલીસની સી ટીમ કાર્યરત છે. એનડીપીએસ જેવા ગુનામાં પણ બાતમી આપનાર વ્યકિતને ઈનામ આપીને કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું.