હવે IAS ક્લિયર કરી કલેક્ટર બનશે

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ખેડૂતના દીકરાની સફળતાની કહાની, IAS પાસ કરીને સંતોષ ન માન્યો

વિપુલ ચૌધરીએ ઈન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આવવા છતાં હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારી આજે IAS બન્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)

કઠોર પરિશ્રમનો બીજાે કોઈ વિકલ્પ નથી. આ વાતને ફરી એક વખત સાબિત કરી બતાવી છે વિપુલ કરમણભાઈ ચૌધરીએ. વિપુલ ચૌધરી સાંતલપુરના હમીરપુરા ગામના રહેવાસી છે. જેઓએ વર્ષ ૨૦૨૪માં UPSCમાં ૩૪૮ મો રેન્ક મેળવીને IPS બન્યા હતા.

IPS બન્યા બાદ પણ વિપુલ ચૌધરીએ મહેનત ન છોડી અને આખરે વર્ષ ૨૦૨૫ની UPSC પરીક્ષામાં ૧૧૫મો રેન્ક મેળવીને IASનું પદ મેળવ્યું. સતત ૧૮ કલાકનું વાંચન અને ૫ પ્રયત્નો છતાં હિંમત હાર્યા વગર તેમણે આ મુકામ હાંસલ કર્યુ. વિપુલ ચૌધરીનું કહેવું છે કે જાે તમે લક્ષ્યને નક્કી કરીને મહેનતને જ મંત્ર બનાવશો તો સફળતા ચોક્કસ તમારું સરનામું શોધતી આવશે.

૨૦૨૫માં ૧૧૫મો રેન્ક હાંસલ કરી IASનું પદ મેળવ્યું

પાટણ જિલ્લાના સરહદી સાંતલપુરના હમીરપુરા ગામના વિપુલ કરમણભાઈ ચૌધરીએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સતત બીજા વર્ષે ઝળહળતી સફળતા મેળવી આખા પંથકનું નામ રોશન કર્યું છે. ગત વર્ષે ૨૦૨૪માં ૩૪૮મો રેન્ક મેળવી IPS બનનાર વિપુલ ચૌધરીએ પોતાની મહેનત છોડી નહીં અને આ વર્ષે ૨૦૨૫માં ૧૧૫મો રેન્ક હાંસલ કરી IASનું પદ મેળવ્યું છે.

વિપુલ ચૌધરીના પિતા કરમણ ચૌધરીની ઈચ્છા હતી કે, તેમનો દીકરો મામલતદાર બને, પરંતુ વિપુલ ચૌધરીનું માનવું છે કે IPS તરીકે કાયદો-વ્યવસ્થાની જવાબદારી હોય છે, પરંતુ IAS બનીને તે સીધા જ ખેડૂતો અને છેવાડાના માનવીના જીવનધોરણને ઊંચું લાવવા માટે નીતિવિષયક ર્નિણયો લઈ શકશે.
આ જ ઉમદા હેતુથી તેમણે IPS ની ટ્રેનિંગ પણ જાેઈન નહોતી કરી અને રજા લઈને IAS ની તૈયારીમાં લાગી ગયા હતા. વિપુલ ચૌધરીને કંઈક મોટું કરવાનો સંકલ્પ હતો.

સરહદી વિસ્તારમાં ખેડૂતો, સામાન્ય લોકોની હાડમારી જાેઈ તેણે UPSC તૈયારી શરૂ કરી હતી. સતત ૧૮ કલાકનું વાંચન અને ૫-૫ પ્રયત્નો છતાં હિંમત હાર્યા વગર તેણે આ મુકામ હાંસલ કર્યો છે.ઈન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આવવા છતાં હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારી તે આજે IAS બન્યા છે. તેઓ કહે છે કે, UPSC ક્લિયર કરવી એ મેરેથોન દોડ જેવી છે. શરૂઆત સહેલી લાગે પણ અંત સુધી ટકી રહેવું અઘરું છે.

નિષ્ફળતા તમારી મહેનતમાં રહેલી ખામી બતાવે છે, તમારી કાબેલિયત નહીં. મેં પાંચ પ્રયત્ન કર્યા, ઈન્ટરવ્યૂમાં ફેઈલ થયો, પણ મેં મારી ભૂલો સ્વીકારી. જાે તમે લક્ષ્ય નક્કી કરી, મહેનતને જ મંત્ર બનાવશો, તો સફળતા ચોક્કસ તમારું સરનામું શોધતી આવશે.”

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.