Last Updated on by Sampurna Samachar
ગણતરીની પ્રક્રિયા સમાન અને સ્પષ્ટ રહે
ચૂંટણી પંચે કર્યો મોટો ફેરફાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોસ્ટલ બેલેટની ગણતરીને લઈને ચૂંટણી પંચે મોટો ર્નિણય કર્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટો ફેરફાર કર્યો છે. નવા ફેરફાર હેઠળ હવે પોસ્ટલ બેલેટની ગણતરી થયા પછી જ EVM મતોની ગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, EVM/VVPAT ગણતરીનો સેકન્ડ અને લાસ્ટ રાઉન્ડ પોસ્ટલ બેલેટ પૂર્ણ થયા પછી જ શરુ કરવામાં આવશે.

અત્યાર સુધી પોસ્ટલ બેલેટ પહેલાં ગણતરી થઈ શકતી હતી, પરંતુ હવે ગણતરી પૂરી થયા પછી જ પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થશે. ચાલો ચૂંટણી પંચના ર્નિણય અને પોસ્ટલ બેલેટ ગણતરી પ્રક્રિયાને કેવી રીતે વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે તે જાણીએ.
૧. ચૂંટણી પંચે છેલ્લા છ મહિનામાં ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને પારદર્શિતા વધારવાના હેતુથી ૨૯ મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. પંચની ૩૦મી પહેલ તરીકે પોસ્ટલ બેલેટ ગણતરી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો ર્નિણય કર્યો છે.
૨. મત ગણતરીના બે મુખ્ય તબક્કા છે:
– પોસ્ટલ બેલેટ/ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટની ગણતરી
– EVM દ્વારા ગણતરી
૩. ગણતરીના દિવસે:
– સવારે ૮:૦૦ વાગ્યે પોસ્ટલ બેલેટની ગણતરી શરુ થશે.
– EVM ની ગણતરી સવારે ૮:૩૦ વાગ્યે શરુ થશે.
– પહેલાં આવુ શક્ય હતું કે, EVM ની ગણતરી પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા પૂરી થઈ જાય.
૪. દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો (૮૫ વર્ષથી વધુ વયના) માટે તાજેતરના પગલાંથી પોસ્ટલ બેલેટની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
૫. હવે આ ર્નિણય લેવામાં આવ્યો છે કે :
– પોસ્ટલ બેલેટ પૂર્ણ થયા પછી જ EVM/VVPAT ગણતરીનો બીજો અંતિમ રાઉન્ડ શરુ કરવામાં આવશે.
– આ સુનિશ્ચિત કરશે કે, ગણતરીની પ્રક્રિયા સમાન અને સ્પષ્ટ રહે.
૬. જો પોસ્ટલ બેલેટની સંખ્યા વધુ હશે, તો પૂરતાં પ્રમાણમાં ટેબલ અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કરીને કોઈ વિલંબ ન થાય.