Last Updated on by Sampurna Samachar
દિલ્હી સરકાર પર નારાજ થયા શંકરાચાર્ચ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
રામલીલા મેદાનમાં ગૌ ભક્તો એકઠા થવાના હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જગદગુરુ શંકરાચાર્ચ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે દિલ્હી (DILHI) સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે. શંકરાચાર્યએ ગૌ પ્રતિષ્ઠા પ્રતીક્ષા આંદોલન માટે રામલીલા મેદાનમાં ધરણાં કરવા માટે મંજૂરી માંગી હતી. જોકે સરકારે મંજૂરી આપવાની ના પાડી દીધી છે. જેથી શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, લોકશાહીમાં આ ખોટુ થઈ રહ્યું છે. ગૌભક્તોને મેદાનમાં બેસીને શાંતિપૂર્વક પોતાની વાત કરવા માટે રોકવામાં આવી રહ્યા છે.

હકીકતમાં શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ ૧૭ માર્ચના રોજ રામલીલા મેદાનમાં ધરણાં માટે મંજૂરી માંગી હતી. સરકારે અરજીને દફતરે કરી છે. શંકરાચાર્ચ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, અમે ગૌ પ્રતિષ્ઠા આંદોલન અનુક્રમે ૧૭ માર્ચના રોજ રામલીલા મેદાનમાં શાંતિ પૂર્વક બેસવા માટે પરવાનગી માંગી હતી, પરંતુ હવે પરવાનગી રદ કરવામાં આવી છે, જે લોકશાહીમાં ખોટું છે.
રામલીલા મેદાનની પરવાનગી રદ કરાઇ
શંકરાચાર્યએ કહ્યું કે, આ સરકારમાં હવે એવો સમય આવી ગયો છે કે, ગૌભક્તોને મેદાનમાં બેસીને શાંતિપૂર્વક પોતાની વાત કરવાથી પણ રોકવામાં આવી રહ્યા છે. અમે સરકાર અને તમામ વિપક્ષોને ગૌમાતા પ્રત્યે પોતાનો મત સ્પષ્ટ કરવા માટે ૧૭ માર્ચ સુધીનો સમય આપ્યો હતો.
તેમણે આગળ કહ્યું કે, સરકાર ૧૭ માર્ચ સુધી ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરે અને સમગ્ર દેશમાં ગૌ હત્યા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવે. નહિંતર, અમને ૧૭ માર્ચે દિલ્હીમાં કડક ર્નિણયો લેવાની ફરજ પડશે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે એવું કહેવાય છે કે વહીવટીતંત્રને LIU અને અન્ય સરકારી સૂચના તંત્ર દ્વારા ખબર પડી કે, રામલીલા મેદાનમાં લાખો ગાય ભક્તો એકઠા થઈ શકે છે. આ માહિતીના આધારે રામલીલા મેદાનની પરવાનગી રદ કરવામાં આવી છે.