Last Updated on by Sampurna Samachar
ઓસ્ટ્રેલિયાની સરકારે લીધો નિર્ણય
નવો નિયમ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫થી પ્રભાવમાં આવશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયાની સરકારે બાળકોની ઓનલાઈન સુરક્ષા મજબૂત કરવા માટે મહત્વનો ર્નિણય લીધો છે. હવે ૧૬ વર્ષથી નાની ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે તેની જાહેરાત કરતા કહ્યું કે બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સમગ્ર વિકાસની રક્ષા માટે આ પગલું અત્યંત જરૂરી છે.

નવો નિયમ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫થી પ્રભાવમાં આવશે, ત્યારબાદ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ, એક્સ, યુટ્યુબ, રેડિટ અને કિક જેવા મુખ્ય પ્લેટફોર્મ પર ન તો કોઈ સગીરનું એકાઉન્ટ રહેશે અને ન વર્તમાન એકાઉન્ટ ચાલી શકશે.
બાળકોને સુરક્ષિત ઓનલાઈન અનુભવ અપાવવો સરકારની પ્રાથમિકતા
પ્રધાનમંત્રી અલ્બેનીઝે ભાર આપી કહ્યુ કે ડિજિટલ દુનિયા બાળકોના ભવિષ્યને ખતરામાં ન મૂકી શકે. આ કાયદાનું લક્ષ્ય હાનિકારક કન્ટેન્ટથી બાળકોને બચાવવા અને વધુ સ્ક્રીન ટાઇમના દુષ્પ્રભાવોને ઘટાડવાનો છે.
તેમણે આગળ જણાવ્યું કે વૈશ્વિક રિસર્ચથી જાણવા મળે છે કે લાંબા સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ ચિંતા, ઊંઘની કમી અને એકાગ્રતાની કમી જેવી સમસ્યાઓ વધારે છે. સંચાર મંત્રી મિશેલ રાઉસે પણ તે વાતની પુષ્ટિ કરી કે બાળકોને સુરક્ષિત ઓનલાઈન અનુભવ અપાવવો સરકારની પ્રાથમિકતા છે.
હવે સવાલ ઉઠે છે કે ઉંમરની ખાતરી કેવી રીતે થશે. તેના પર સંચાર મંત્રીએ કહ્યુ કે સોશિયલ મીડિયા કંપનીઓએ આ કાયદાનું પાલન કરવા માટે ઉપલબ્ધ ટેક્નોલોજીનો સહારો લેવો પડશે.
ઉંમર ખાતરી: યુઝર્સે સરકારી આઈડી કે અન્ય સત્તાવાર દસ્તાવેજ જમા કરવા પડી શકે છે, પરંતુ પ્લેટફોર્મ માત્ર એક સ્ત્રોત પર ર્નિભર નહીં રહે.
ઉંમરનું અનુમાન: ચહેરાની ઓળખ કે અવાજ વિશ્લેષણ જેવા બાયોમેટ્રિક રીતથી ઉંમરનો અંદાજ લગાવી શકાશે.
વ્યવહાર આધારિત અનુમાન: યુઝર્સના શબ્દોની પસંદગી, બ્રાઉઝિંગ પેટર્ન કે નેટવર્ક કનેક્શનનું વિશ્લેષણ કરી ઉંમરનો અંદાજ લગાવી શકાય છે.
સંચાર મંત્રી અનિકા વેલ્સે સ્પષ્ટ કહ્યુ કે પરંતુ આ પ્રયોગ ૧૦૦ ટકા સટીક હશે નહીં, પરંતુ પ્રયાસ ન કરવો અપરાધ હશે. કંપનીઓ પોતાના ઓડિયન્સ પ્રમાણે ત્રુટિની મર્યાદા નક્કી કરી શકશે, પરંતુ કડક પાલન ફરજીયાત હશે.