Last Updated on by Sampurna Samachar
NH-8 પર સમસ્યાઓ હોવાનુ સરકારે સ્વીકાર્યું
ગડકરીએ હમણાં સંસદમાં માહિતી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના નેશનલ હાઈવેના ચહેરાને બદલવા માટે એક ક્રાંતિકારી AI યોજનાનું અનાવરણ કર્યું છે. હવે, માર્ગ જાળવણીમાં માનવીય બેદરકારી કે કોન્ટ્રાક્ટરની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં. ગડકરીએ હમણાં સંસદમાં માહિતી આપી હતી કે, સરકાર એક હાઇ-ટેક વાહન વિકસાવી રહી છે, જે પોતે રસ્તાઓનું નિરીક્ષણ કરશે અને સીધા મંત્રાલયને રિપોર્ટ મોકલશે.

ગડકરીએ જણાવ્યું હતું કે, માણસોની જગ્યાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની વર્ચ્યુઅલ દેખરેખ રાખવામાં આવશે. આ હેતુ માટે એક ખાસ વાહન વિકસાવવામાં આવ્યું છે, જે 3D લેસર સ્કેનર, હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને ય્ઁજી જેવી સુવિધાઓથી સજ્જ છે. ગડકરીએ જણાવ્યું હતું કે, “3D લેસર સ્કેનર રસ્તાની સપાટી અને તિરાડોની ઊંડાઈનું સચોટ મૂલ્યાંકન કરશે. હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને GPS રસ્તાના દરેક મીટરના ફોટા અને વીડિયો સીધા સરકારી સર્વર પર અપલોડ કરશે.
આગામી મહિનાની અંદર એક “આધુનિક નીતિ” આવશે
સંસદમાં સિરસાના કોંગ્રેસ સાંસદ, કુમારી શેલજાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૮ ની ખરાબ સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે, હાઇવેની જાળવણી અત્યંત નબળી છે, જેના કારણે અકસ્માતોમાં વધારો થાય છે. ફરિયાદ કરવા પર, વિભાગ ખોટો “બધું બરાબર છે” જવાબ આપે છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ડીંગ, ચોરમા અને ઓડનામાં મંજૂર અંડરપાસ પર કામ હજુ શરૂ થયું નથી.
સાંસદ શેલજાના પ્રશ્નોના જવાબમાં, નીતિન ગડકરીએ પ્રામાણિકપણે સ્વીકાર્યું કે, NH-8 પર સમસ્યાઓ છે. તેમણે જણાવ્યું કે, ૨૦૧૭ માં બનેલા આ રસ્તાનો ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ ૨૦૨૨ માં સમાપ્ત થયો હતો.
ત્યારબાદ એક એજન્સીને તેની જાળવણી માટે સોંપવામાં આવી હતી, પરંતુ ખામીઓ યથાવત્ રહી છે. ગડકરીએ જાહેરાત કરી કે, આગામી મહિનાની અંદર એક “આધુનિક નીતિ” આવશે. આ નીતિ હેઠળ, સમગ્ર માર્ગ વ્યવસ્થા AI ને સોંપવામાં આવશે, જેનાથી ભ્રષ્ટાચાર અને બેદરકારીનો અવકાશ દૂર થશે.