Last Updated on by Sampurna Samachar
ડાકોરમાં મૂર્તિઓ વેચતા ગરીબ ફેરિયાને IT વિભાગે ૧૯ કરોડની નોટીસ મોકલી
આ ફેરિયો અભણ હોવાથી પહેલા તો તેને નોટીસ શું છે તે સમજાયુ નહોતું પણ તેણે કેટલાક લોકોને આ નોટીસ બતાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડાકોરમાં ગોમતી ઘાટ પાસે ભગવાનની પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશભાઈભૈયાને પેટલાદ ઈન્કમટેક્સ વિભાગે ૧૯ કરોડ રૂપિયાની નોટીસ મોકલી છે અને તેમની આવક અંગે ખુલાસોમાંગ્યો છે.

આવક કરતાં વધુ સંપત્તિ ધરાવનારા અનેક બાબુઓ અને રાજકારણીઓ દેશ વાસીઓની નજર સામે છે. ત્યારેયાત્રાધામ ડાકોરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોમતી ઘાટ પાસે ભગવાનની પ્લાસ્ટિકની મૂર્તિઓવેચીને પરિવારનું ગુજરાન ચલાવતા એક ફેરિયાને આવકવેરા વિભાગે ૧૯ કરોડની નોટીસ મોકલીને આવકનોખુલાસો માંગ્યો છે. આ નોટીસ મળતાં ફેરિયો પણ ચોંકી ગયો હતો.
નોટીસ ફટકારતા તેની પર મોટું સંકટ આવી પડ્યું
ડાકોરમાં ગોમતી ઘાટ પાસે ભગવાનની પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા જગદીશભાઈભૈયાને પેટલાદ ઈન્કમટેક્સ વિભાગે ૧૯ કરોડ રૂપિયાની નોટીસ મોકલી છે અને તેમની આવક અંગે ખુલાસોમાંગ્યો છે. આ નોટીસ મળતાં જ જગદીશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. તેઓ ડુંગળા ભાગોળ સત્યનારાયણ મંદિર સામે ભાડાના ઘરમાં રહે છે. આવક વેરા વિભાગે વર્ષ ૨૦૨૧–૨૨નો ૧૧ કરોડ ૮૬ લાખ અનેવર્ષ ૨૦૨૨–૨૩નો ૭ કરોડ ૯૮ લાખ મળી કૂલ ૧૯.૮૪ કરોડની નોટીસ આ ફેરિયાને મોકલી છે.
આ ફેરિયો અભણ હોવાથી પહેલા તો તેને નોટીસ શું છે તે સમજાયુ નહોતું પણ તેણે કેટલાક લોકોને આ નોટીસબતાવી હતી. તેને ૧૯ કરોડની નોટીસ આવક વેરા વિભાગ તરફથી ફટકારવામાં આવી છે તેવુ સાંભળીને તેનાપગ નીચેથી જમીન સરકી ગઈ હતી.નોટીસ પેટલાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા મોકલાઈ છે અને તેના કવર પર૫૫૦૦ રૂપિયાની ટીકિટ પણ લગાડેલી છે. ઈન્કમટેક્સ વિભાગે નોટીસ ફટકારતા તેની પર મોટું સંકટ આવી પડ્યું છે.