Last Updated on by Sampurna Samachar
વકીલને બાર કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા
CJI પર પણ આક્ષેપોનો વરસાદ કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારા વકીલને બાર કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમનું લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા બાદ પણ વકીલ રાકેશ કિશોરે આ કૃત્ય બદલ જરાય પસ્તાવો ન હોવાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે. તેમણે પસ્તાવો કરવાના બદલે સીજેઆઈ પર પણ આક્ષેપોનો વરસાદ કર્યો છે.

૭૧ વર્ષીય વકીલે મીડિયા સાથે વાતચીતમાં માફી માગવાનો ઈનકાર કરતાં જણાવ્યું કે, લાખો કેસ પેન્ડિંગ છે. હું માફી માગવાનો નથી, મને આ વાતનો જરાય પસ્તાવો નથી. મેં કંઈ જ ખોટું કર્યું નથી. તમને સવાલ કરી રહ્યો છે, પરંતુ વાસ્તવમાં આ સર્વશક્તિમાને જ મને આમ કરવા મજબૂર કર્યો. તેમણે શા માટે મૂર્તિની મજાક કરી. તેમની આ મજાકથી મારી લાગણી દુભાઈ છે.
આ ટીપ્પણીએ મને ખૂબ દુ:ખી કર્યો
ચીફ જસ્ટિસની કોર્ટમાં કોઈ એક PIL પર ગવઈ સાહેબે મજાક ઉડાવતાં મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. સીજેઆઈએ વિચારવુ જોઈએ કે, તેઓ બંધારણના સર્વોચ્ચ પદ પર બેઠા છે. તેમણે ‘મીલોર્ડ‘નો અર્થ સમજવો જોઈએ અને તેનું માન જાળવવુ જાેઈએ. તમે મોરિશિયસ જાઓ અને કહો કે, દેશ બુલડોઝર સાથે નહીં ચાલે. હું સીજેઆઈને પૂછવા માગું છું કે, સરકારની સંપત્તિ પર કબજાે કરનારાઓ વિરૂદ્ધ યોગીજીનું બુલડોઝર ચાલે તેમાં ખોટું શું છે? મને ખૂબ આઘાત લાગ્યો છે.
વકીલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સીજેઆઈ અન્ય સમુદાયો સાથે જાેડાયેલા કેસો પર અલગ જ વલણ દર્શાવે છે. એક ચોક્કસ સમુદાય દ્વારા ગેરકાયદે કબજે કરવામાં આવેલી હલ્દવાનીની રેલવે જમીન પરથી અતિક્રમણ દૂર કરવામાં આવ્યું ત્યારે સુપ્રીમ કોર્ટે તેના પર ત્રણ વર્ષ પહેલાં સ્ટે લાવી દીધો હતો.
આ જ રીતે નુપુર શર્મા કેસમાં તેમણે માહોલ ખરાબ કરનારો હોવાનો દાવો કર્યો હતો. તેમણે હાલમાં જ એક કેસમાં ટીખળ કરી હતી કે, ‘તમે મૂર્તિ પાસે પાર્થના કરી તેમને જાતે જ પોતાનું મસ્તક પુન:સ્થાપિત કરવા કહો.‘ તેમની આ ટીપ્પણીએ મને ખૂબ દુ:ખી કર્યો છે.
વધુમાં કહ્યું કે, મારૂ નામ ડો. રાકેશ કિશોર છે, શું કોઈ મારી જાતિ જણાવશે, બની શકે કે હું પણ દલિત હોવ. આ એક તરફી તથ્યનો તેઓ લાભ ઉઠાવી રહ્યા છે કે, તેઓ દલિત છે. તે દલિત નથી. તે પહેલાં એક સનાતની હિન્દુ હતાં.
બાદમાં તેમણે પોતાનો ધર્મ ત્યાગી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. તેમને લાગે છે કે, બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ તેઓ હિન્દુ ધર્મમાંથી બહાર આવી ગયા છે, તો પછી આજે પણ તેઓ પોતે દલિત હોવાની વાત કેમ કરે છે? આ તેમની વિચારસરણી દર્શાવે છે.