Last Updated on by Sampurna Samachar
UGC વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
રાજ્ય સરકાર હોય, આ તેમની જવાબદારી રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
UGC ના નવા નોટિફિકેશન સામે દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા બન્યા છે, ત્યારે હવે આ વિવાદમાં કેન્દ્ર સરકારે એન્ટ્રી કરી છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટતા આપતા તમામ અભ્યાર્થિઓને ખાતરી આપી છે કે, આ પ્રક્રિયામાં કોઈની પણ સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં અને કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘હું એક વાત ખૂબ જ નમ્રતાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈનું શોષણ થવા દેવામાં આવશે નહીં અને કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં.
ભેદભાવ કે અત્યાચાર કરાશે નહીં તેવી ખાતરી
ડિસ્ક્રિમિનેશનના નામે કોઈને પણ કાયદાનો દુરુપયોગ કરવાનો અધિકાર રહેશે નહીં, પછી તે યુજીસી હોય, ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, આ તેમની જવાબદારી રહેશે. હું આશ્વાસન આપું છું કે, જે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તે બંધારણના દાયરામાં જ હશે. આ વિષય સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની વ્યવસ્થા છે, તેથી કોઈની પણ સાથે ભેદભાવ કે અત્યાચાર કરવામાં આવશે નહીં તેવી હું અપીલ અને ખાતરી કરું છું.
UGC દ્વારા ‘ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નિયમો ૨૦૨૬’ બહાર પાડવામાં આવ્યા છે. આ હેઠળ ચાર મુખ્ય આદેશો આપવામાં આવ્યા છે. (૧) દરેક યુનિવર્સિટી અને કોલેજમાં ઈક્વિટી કમિટી અને ઈક્વિટી સ્ક્વોડ્સની રચના કરવામાં આવશે. (૨) તમામ સંસ્થાઓમાં ચોવીસ કલાક હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ સિસ્ટમ ઉભી કરવામાં આવશે.
SC અને ST વર્ગના અભ્યાર્થિઓને સંસ્થામાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવશે. (૪) જે સંસ્થાઓ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની માન્યતા રદ કરવામાં આવશે અથવા તેમના ફંડ પર રોક લગાવી દેવામાં આવશે.
નોટિફિકેશનના નિયમ ૩(C) હેઠળ યુજીસી પર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, આ નિયમથી બિનઅનામત અભ્યાર્થિઓ અને શિક્ષકો સાથે જ્ઞાતિ આધારિત ભેદભાવ થયો છે. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
જેમાં કોર્ટમાં દાખલ કરાયેલી અરજી અનુસાર, યુજીસીની નવી વ્યાખ્યામાં જ્ઞાતિ આધારિત ભેદભાવ માત્ર એસસી, એસટી અને ઓબીસી કેટેગરી સાથે જ થાય છે તેવું દર્શાવવામાં આવ્યું છે અને જનરલ કેટેગરીના ઉમેદવારોની અવગણના કરવામાં આવી છે. અરજીમાં એવી દલીલ કરવામાં આવી છે કે વાસ્તવમાં જનરલ કેટેગરીના ઉમેદવારોએ પણ જ્ઞાતિના આધારે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.