Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને સીધો જ નકારી કાઢ્યો
ઈરાને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થી મારફતે મોકલવામાં આવેલા ૧૫ મુદ્દાના શાંતિ અને યુદ્ધ વિરામ પ્રસ્તાવને નકાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનેપાકિસ્તાન દ્વારા મધ્યસ્થી મારફતે મોકલવામાં આવેલા ૧૫ મુદ્દાના શાંતિ અને યુદ્ધવિરામ પ્રસ્તાવને સીધો જનકારી કાઢ્યો છે. એક તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર હુમલાની ધમકીઓ આપી રહ્યા છે, તોબીજી તરફ ઈરાને પણ અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈના દબાણ કે ધમકી હેઠળ વાટાઘાટો કરશે નહીં.

ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈપણ શાંતિ મંત્રણા માત્ર અને માત્ર તેના રાષ્ટ્રીયહિતોને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે.એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાને યુદ્ધનો અંત લાવવા માટે એક ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર કરીનેઈરાન અને અમેરિકા બંનેને મોકલ્યો હતો.
વાટાઘાટો અને ધમકીઓ બંને એકસાથે ન ચાલી શકે
આ પ્રસ્તાવમાં મુખ્યત્વે ૪૫ દિવસના યુદ્ધ વિરામ અને વેપાર માટે મહત્વની ગણાતી હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવાની અપીલ કરવામાં આવી હતી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘાઈએ આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ઈરાને પોતાનીસ્થિતિ અને શરતો મધ્યસ્થીને પહેલેથી જ જણાવી દીધી છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે વાટાઘાટો અને ધમકીઓ બંને એકસાથે ન ચાલી શકે.
પ્રવક્તા બાઘાઈએ આકરા શબ્દોમાં કહ્યું કે, “તમે એક તરફ વાતચીત માટેડેડલાઈન આપો છો અને બીજી તરફ યુદ્ધની ધમકીઓ આપો છો, આ બંને વસ્તુઓ એકબીજાથી તદ્દનવિપરીત છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાન પોતાની વ્યાજબી અને કાયદેસરની માંગણીઓ દુનિયા સમક્ષ રજૂ કરવામાં જરાય ખચકાતું નથી.
આને કોઈ નબળાઈ કે સમાધાન ન સમજવું, પરંતુ આ ઈરાનનો આત્મવિશ્વાસ છે. ઈરાને એમ પણ કહ્યું છે કે તેણે અમેરિકાને આપવા માટેનો પોતાનો રાજદ્વારી જવાબ તૈયાર કરી લીધો છે અને જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેની સત્તાવાર જાહેરાત કરાશે.
નોંધનીય છે કે આ બધી ઘટનાઓ એવા સમયે બની રહી છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનીજાણીતી શૈલીમાં ઈરાનને ખુલ્લી ધમકી આપી છે. એક દિવસ પહેલા એટલે કે ૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનમાં ‘પાવર પ્લાન્ટ ડે‘ અને ‘બ્રિજ ડે‘ રહેશે. આ સીધી રીતે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલો પર હુમલો કરવાની ધમકી હતી. આ ધમકી સાથે ટ્રમ્પે એવો દાવો પણ કર્યો હતો કેબંને દેશો વચ્ચે વાતચીત ચાલુ છે.