Last Updated on by Sampurna Samachar
નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું
ફરી JDU ના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નીતિશ કુમાર ફરી એકવાર જેડીયુના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. હવે મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર ૧૦ મી વખત બિહારની બાગડોર સંભાળશે. જ્યારે બીજી બાજુ ભાજપની પટણામાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં બે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ ભાજપ નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાના નામને ફરી એકવાર મંજૂરી આપી દેવાઈ છે.

બિહારમાં NDA ના ધારાસભ્ય દળની બેઠકમાં નીતિશ કુમારને નેતા પસંદ કરાયા છે. સમ્રાટ ચૌધરીએ ધારાસભ્ય દળના નેતા તરીકે નીતિશ કુમારના નામ પર પ્રસ્તાવ રાખ્યો, જેને સર્વસમ્મતિથી મંજૂર કરી લેવાયો. આવતીકાલ સવારે ૧૧:૩૦ વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાશે. હવે મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર ૧૦મી વખત બિહારની બાગડોર સંભાળશે.
પહેલીવાર તેઓ ૨૦૦૫માં ચૂંટણી જીત્યા
બીજી બાજુ ભાજપની પટણામાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં બે નાયબ મુખ્યમંત્રી તરીકે પણ ભાજપ નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાના નામને ફરી એકવાર મંજૂરી આપી દેવાઈ છે. હવે નીતિશ કુમાર બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને મળીને રાજીનામું સોંપ્યું છે અને વિધાનસભાનો ભંગ કરાયો છે.
હવે બિહારમાં નવા મંત્રીમંડળની રચના થશે, જે ૨૦ નવેમ્બરે બિહારના ગાંધી મેદાનમાં શપથ લેશે. આ મુદ્દે NDA નો મેરેથોન બેઠકોનો દોર ચાલુ છે અને મંત્રીમંડળની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરીને પક્ષના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે, તો વિજય સિંહાની નાયબ નેતા તરીકે પસંદગી કરાઈ છે. હવે બિહારમાં ફરી બંને ભાજપ નેતા નાયબ મુખ્યમંત્રી તરીકેની ભૂમિકામાં હશે.
આ સાથે જ નીતિશ કુમાર બિહારના સૌથી લાંબો સમય સુધી રહેનારા મુખ્યમંત્રી બની જશે. આ વખતે ૧૦મી વખત તેમનો કાર્યકાળ શરૂ થઈ રહ્યો છે. બિહાર વિધાનસભાની ૨૪૩ બેઠક પરની ચૂંટણીમાં જેડીયુએ ૮૫ બેઠક પર જીત હાંસલ કરી હતી. એનડીએની કુલ ૨૦૨ બેઠક પર જીત થઈ છે, જે બહુમતી માટે પૂરતી છે.
ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપના નેતા તરીકે સમ્રાટ ચૌધરી, તો નાયબ નેતા તરીકે વિજય સિંહાની પસંદગી કરાઈ છે. સમ્રાટ ચૌધરી ભાજપ માટે ઓબીસી વર્ગનો મજબૂત ચહેરો છે. તેઓ તારાપુરમાંથી ત્રણ વાર ચૂંટાયેલા ધારાસભ્ય છે. સમ્રાટ ચૌધરીનો પરિવાર બિહારના રાજકારણમાં મજબૂત પ્રભાવ ધરાવે છે. તેમના પિતા શકુનિ ચૌધરી પણ તારાપુરથી સાત વાર ચૂંટાયા હતા અને માતા પાર્વતી દેવી પણ એકવાર વિધાનસભામાં ચૂંટાયા હતાં.
સમ્રાટ ચૌધરીએ વર્ષ ૨૦૦૦માં આરજેડીમાં જોડાઈને રાજકારણમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી ૨૦૧૪માં તેઓ જેડીયુમાં જોડાઈને મંત્રી બન્યા. ૨૦૧૭માં તેઓ ભાજપમાં જોડાયા અને ૨૦૨૪માં નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા.
વિજય કુમાર સિંહા બિહાર ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ લખીસરાય મત વિસ્તારમાંથી ચોથી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પહેલીવાર તેઓ ૨૦૦૫માં ચૂંટણી જીત્યા હતા. એ જ વર્ષે તેઓ એક ચૂંટણીમાં હાર્યા હતા, પરંતુ ૨૦૧૦ પછી તેઓ સતત આ બેઠક પરથી જીત્યા છે.
વર્ષ ૨૦૧૭થી ૨૦૨૦ સુધી તેઓ શ્રમ મંત્રી રહ્યા હતા , તો ૨૦૨૦થી ૨૦૨૨ સુધી તેમણે બિહાર વિધાનસભાના સ્પીકર તરીકે ફરજ બજાવી હતી. ૨૦૨૨૨થી ૨૦૨૪ સુધી તેઓ વિપક્ષના નેતા અને ૨૦૨૪માં નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા હતા. બિહાર સરકારમાં તેઓ પોલીસ, પ્રવાસન, વીજળી અને સિંચાઈ જેવા મહત્ત્વના વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે.