Last Updated on by Sampurna Samachar
અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના
ઝાબુઆના SP પદમ વિલોચન શુક્લાએ અકસ્માત અંગે આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના ઝાબુઆના મેઘનગર વિસ્તારમાં વહેલી પરોઢિયે અકસ્માતમાં ૯ લોકોના ભોગ લેવાયા છે. રાજસ્થાનથી સીમેન્ટ લઈને આવતા એક ટ્રક અને લગ્નથી પાછી ફરતી ઇકો કારની ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં મળસ્કે સીમેન્ટથી લદાયેલો ટ્રક વેન પર પલટી ગયો જેમાં ૯ લોકોએ જીવ ગુમાવ્યા અને બે લોકો ઘાયલ થયા હતા. ઝાબુઆના SP પદમ વિલોચન શુક્લાએ જણાવ્યું કે સીમેન્ટથી લદાયેલો ટ્રોલી ટ્રક વાહન પર પલટી ગયો. જેમાં ૯ લોકોના મોત થયા અને ૨ લોકો ઘાયલ થયા.
વાહનનુ સંતુલન બગડતાં અકસ્માત થયાની માહિતી
ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હતા અને એક લગ્ન સમારોહમાંથી પાછા ફરી રહ્યા હતા. પોલીસના જણાવ્યાં મુજબ ટ્રક મેઘનગર તહસીલ વિસ્તાર અંતર્ગત સંજેલી રેલવે ક્રોસિંગ પાસે એક હંગામી રોડથી નિર્માણધીન રેલવે ઓવર બ્રિજને પાર કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેનું સંતુલન બગડી ગયું અને તે એક વેન પર પલટી ગયો હતો.