નિફ્ટીમાં ૭૫૦ પોઈન્ટથી વધુનો કડાકો

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં ૨૫૦૦ પોઈન્ટનો કડાકો

HDFC Bank,Reliance,ICIC Bank અને લાર્સન જેવી અગ્રણી કંપનીઓના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)​

મધ્ય-પૂર્વમાં યુદ્ધની અસર પરી શેરબજાર પર જોવા મળી છે. આજે સપ્તાહના ચોથા દિવસે એટલે કે, ગુરુવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેંચમાર્ક સૂચકાંક ત્રણ ટકા ગગડી ગયું છે, તો BSE સેન્સેક્સમાં પણ ૩.૨૬ ટકાનો ધરખમ ઘટાડો થયો છે. એટલું જ નહીં. નિફ્ટી ૫૦, નિફ્ટી આઈટી અને નિફ્ટી ઓટોના શેરો સહિત તમામ માર્કેટ પછડાયા છે.

સેક્સેક્સ ગઈકાલે ૭૪,૭૫૦.૯૨ પોઈન્ટ પર બંધ થયા બાદ આજે ૭૪,૭૫૦.૯૨ પોઈન્ટ પર ખુલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સૌથી ઊંચા મથાળે ૭૫,૩૫૪.૧૮ પોઈન્ટ પર સ્પર્શ્યા બાદ નીચેમાં ૭૩,૯૫૦.૯૫ પોઈન્ટ પર પહોંચ્યું હતું, છેવટે દિવસના અંતે ૩.૨૬ ટકાના ઘટાડા સાથે ૭૪,૨૦૭.૨૪ પોઈન્ટ પર બંધ થયું હતું. એટલે કે આજે સેન્સેક્સમાં ૨,૪૯૬.૮૯ પોઈન્ટનો ઘટાડો થયો છે.

સોના અને ચાંદીના ભાવ ઘટ્યા

નિફ્ટી ૫૦ની વાત કરીએ તો તેમાં ૩.૨૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ૨૩,૭૭૭.૮૦ પોઈન્ટ પર બંધ થયા બાદ આજે ૨૩,૧૯૭.૭૫ પોઈન્ટ પર ખુલ્યું હતું. આજે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી ૫૦ ઊંચા મથાળે ૨૩,૩૭૮.૭૦ પોઈન્ટ પર સ્પર્શ્યું હતું અને નીચામાં ૨૨,૯૩૦.૩૫ પોઈન્ટ પર પહોંચ્યું હતું. છેવટે દિવસના અંતેર નિફ્ટી ૫૦ ૨૩,૦૦૨.૧૫ પર બંધ થયું છે. એટલે કે આજે નિફ્ટી ૫૦માં ૭૭૫.૬૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

નિફ્ટી બેંક આજે ૩.૩૯ ટકા એટલે કે ૧,૮૭૫.૦૫ના મોટા ઘટાડા સાથે ૫૩,૪૫૧ પોઈન્ટ પર બંધ છે. નિફ્ટી બેંક ગઈકાલે ૫૫,૩૨૬.૦૫ પોઈન્ટ પર બંધ થયા બાદ આજે ૫૩,૪૭૪.૫૫ ખુલ્યું હતું. દિવસ દરમિયાન ઊંચામાં ૫૪,૧૫૦.૩૦ પોઈન્ટ અને નીચામાં ૫૩,૨૪૦.૬૦ પોઈન્ટ નોંધાયું હતું. એટલે કે તેમાં ૧૮૭૫.૦૫ પોઈન્ટનો મોટો કડાકો નોંધાયો છે.

આ ઉપરાંત નિફ્ટી આઈટીમાં ૩.૩૧ ટકા એટલે કે ૯૭૯.૭૦ પોઈન્ટનો કડાકો નોંધાયો છે અને આજે તે ૨૮,૫૭૯.૬૦ પોઈન્ટ પર બંધ થયું છે. જ્યારે નિફ્ટી ઓટોમાં ૪.૨૫ ટકા એટલે કે ૧,૦૮૮.૯૫ પોઈન્ટનો કડાકો નોંધાયો છે અને તે ૨૪,૫૦૯.૯૦ પોઈન્ટ પર બંધ થયું છે.

શેરબજારના સૌથી સક્રિય શેરોની વાત કરીએ તો,HDFC Bank,Reliance,ICIC Bank અને લાર્સન જેવી અગ્રણી કંપનીઓના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. એચ.ડી.એફ.સી. બેંકમાં સૌથી વધુ ૫.૩૨ ટકાનો ઘટાડો થયા બાદ ભાવ ૭૯૮.૨૦ રૂપિયા પર પહોંચ્યો છે. રિલાયન્સ ૧.૬૫ ટકાના ઘટાડા સાથે ૧,૩૮૪.૮૦ રૂપિયા પર, લાર્સનમાં ૪.૮૧ ટકાના ઘટાડા સાથે ભાવ ૩,૪૩૪.૫૦ રૂપિયા પર પહોંચ્યો છે. આ ઉપરાંત ICIC Bank માં ૩.૦૪ ટકાના ઘટાડ સાથે શેરનો ભાવ ૧,૨૫૦.૧૦ પર પહોંચ્યો છે.

આજે બજારમાં તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો. રિયલ્ટી, ખાનગી બેંકો, ઓટો, નાણાકીય સેવાઓ, PSU બેંકો, સેવાઓ, સંરક્ષણ અને ધાતુઓ સહિત તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં હતા. લાર્જ-કેપ્સની સાથે, મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ગુરુવારે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા. ચાંદીના ભાવ રૂ.૧૪,૨૩૦ ઘટીને રૂ.૨.૩૩ લાખ પ્રતિ કિલો થયા, જ્યારે સોનાના ભાવ રૂ.૫,૩૩૦ ઘટીને રૂ.૧.૪૮ લાખ પ્રતિ ૧૦ ગ્રામ થયા. આ દરમિયાન, યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દર સ્થિર રાખ્યા છે. ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે તેમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઘણી વખત “અનિશ્ચિતતા” શબ્દનો ઉલ્લેખ કર્યો હતો, અને સૂચવ્યું હતું કે ટેરિફ અને ઊર્જા કટોકટી ફુગાવાના દબાણમાં વધારો કરી શકે છે.

તેમનું વલણ પ્રમાણમાં કટ્ટરપંથી માનવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર મધ્ય-પૂર્વના દેશોમાં પહોંચવાની સાથે વિશ્વના અનેક દેશો સુધી પહોંચી ગઈ છે. આ યુદ્ધા કારણે વૈશ્વિક માર્કેટની ચિંતામાં વધારો થયો છે.

 

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.