Last Updated on by Sampurna Samachar
ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે
માત્ર નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસ ટોલ પ્લાઝા પર જ લાગુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશભરમાં ૧૫ ઓગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ શરૂ થવા જઇ રહ્યો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત ૩૦૦૦ રૂપિયા છે. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા ((Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે.

સરકારે નવો ફાસ્ટેગ લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ હવે વાહનચાલકોને ફાયદો કરાવતી ઓફર લાવી છે. સરકારે કહ્યું છે કે, ૩૦૦૦ રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક ૨૦૦ ટ્રિપ ફ્રી મળશે.
FASTAG વાર્ષિક પાસ લેવો જરૂરી નથી
કેન્દ્ર સરકારે ૩૦૦૦ રૂપિયામાં નવો ફાસ્ટેગ પાસ ખરીદનાર વાહનચાલકોને ૨૦૦ મફત ટ્રિપ આપવાની જાહેરાત કરી છે, પરંતુ સવાલ એ થાય છે કે, આખરે સરકાર એક ટ્રિપ કેવી રીતે ગણશે? જો કોઈ વાહનચાલક અમદાવાદથી વડોદરા જાય અને ત્યાંથી પરત આવે તો તેને કેટલી ટ્રિપ માનવામાં આવશે? તેનો અર્થ એ છે કે, જો તમે અમદાવાદથી વડોદરા જાવ અને આ દરમિયાન કુલ ૭ ટોલ પ્લાઝા આવે તો તેને કુલ સાત ટ્રિપ માનવામાં આવશે. જો તમે અમદાવાદથી વડોદરા જઈને પરત ફરો તો તેને કુલ ૧૪ ટ્રિપ માનવામાં આવશે. માર્ગ પરિવહન મંત્રાલયના નવા નિયમ મુજબ, તમે એક ટોલ પ્લાઝામાંથી પસાર થશો તો તેને એક ટ્રિપ માનવામાં આવશે.
કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ટ્રિપની સુવિધા માત્ર નેશનલ હાઈવે અને નેશનલ એક્સપ્રેસ ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે. જ્યારે એક્સપ્રેસવે, રાજ્ય ધોરીમાર્ગો પર પણ ફાસ્ટેગ નિયમિત રીતે ચાલુ રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયનો નવો આદેશ દેશના તમામ ટોલ પ્લાઝા પર લાગુ નહીં પડે. વાહનચાલકોને નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAI ના ટોલ પ્લાઝા પર જ થશે.
ઉલ્લેખનીય છે કે, નવો ફાસ્ટેગ પાસ માત્ર કાર, જીપ અને વાન જેવા વાહનો માટે છે. આ પાસ બસ અને ટ્રક જેવા મોટા વાહનોને લાગુ નહીં પડે અને તેઓએ ટોલ ટેક્સ ચુકવવો જ પડશે.સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે, FASTAG વાર્ષિક પાસની કિંમત ૩ હજાર રૂપિયા છે, તેને એક્ટિવેટ કરવા માટે તમારે Rajmarg Yatra App અથવા સત્તાવાર પોર્ટલની મદદ લેવી પડશે. NHAI એ કહ્યું FASTAG વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. આ પાસ તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે.
જો FASTAG વાર્ષિક પાસનો ઉપયોગ રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈપણ વાહન પર કરવામાં આવે છે, તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આ માહિતી NHAI પર લિસ્ટેડ છે. FASTAG વાર્ષિક પાસ તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે, ૧ વર્ષ અથવા ૨૦૦ ટ્રિપ્સ માટે લાગુ પડશે. તે પછી તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. તમે ૩,૦૦૦ રૂપિયા ચૂકવીને તેને ફરીથી એક્ટિવેટ કરી શકો છો.
FASTAG વાર્ષિક પાસને લઈને ઘણા નિષ્ણાતોનો અંદાજ છે કે જાે તમે બધી ૨૦૦ ટ્રિપ કરો છો, તો તમને લગભગ ૨,૦૦૦ થી ૪,૦૦૦ રૂપિયાનો ફાયદો મળશે. FASTAG વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે.
FASTAG વાર્ષિક પાસ લેવો જરૂરી નથી. હાલની FASTAG સિસ્ટમ પહેલાની જેમ જ કામ કરશે. જ્યારે તમે પાસ વિના ટોલ પ્લાઝા પર આવો છો, ત્યારે તમારે FASTAG દ્વારા લાગુ દર ચૂકવવા પડશે.