Last Updated on by Sampurna Samachar
પેલેસ્ટિનિયન આરોપીઓને મળશે મૃત્યુદંડ, ૯૦ દિવસમાં ફાંસીની સજા
આ કાયદા હેઠળ ઈઝરાયલના લોકોની હત્યાના દોષિત વેસ્ટ બેંકના પેલેસ્ટિનિયનો માટે મૃત્યુદંડની સજા નક્કી કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલની સંસદે એક નવા કાયદાને મંજૂરી આપી દીધી છે, જેના હેઠળ આતંકવાદી ઘટનાઓના પેલેસ્ટિનિયન આરોપીઓને મૃત્યુદંડ આપવામાં આવશે. સજાના એલાનના ૯૦દિવસની અંદર દોષિતોને ફાંસી આપવામાં આવશે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત ૬૨ સાંસદોએ આકાયદાના સમર્થનમાં મતદાન કર્યું છે.

ઈઝરાયલી વહીવટીતંત્રનું કહેવું છે કે, વેસ્ટ બેંકમાં જીવલેણ હુમલા કરનારાપેલેસ્ટિનિયનોને હવે સીધો મૃત્યુદંડ આપવામાં આવશે. આ બિલ પસાર થવું એ ઈઝરાયલના ધુર દક્ષિણપંથીપક્ષો માટે એક મોટી જીત છે, જેમણે આના માટે મજબૂત પ્રયાસો કર્યા હતા. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએપણ ગૃહમાં બિલના પક્ષમાં મતદાન કર્યું હતું.
આજીવન કેદનીસજા ફટકારવાનો પણ અધિકાર
આ કાયદા હેઠળ ઈઝરાયલના લોકોની હત્યાના દોષિત વેસ્ટ બેંકના પેલેસ્ટિનિયનો માટે મૃત્યુદંડની સજા નક્કીકરવામાં આવી છે. આ કાયદો ઈઝરાયલની અદાલતોને પોતાના નાગરિકોને મૃત્યુદંડ અથવા આજીવન કેદનીસજા ફટકારવાનો પણ અધિકાર આપે છે. આ કાયદો ભૂતકાળના કેસોને લાગુ પડશે નહીં, પરંતુ ફક્ત ભવિષ્યના કેસો પર જ લાગુ પડશે.
આ બિલ પ્રમાણે કેટલાક ખાસ કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા પણ આપવામાં આવી શકે છે. વેસ્ટબેંકમાં હુમલાના આરોપીઓ પર મિલિટ્રી કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. ઈઝરાલને આ કાયદા અંગેઆંતરરાષ્ટ્રીય સ્તર પર વિરોધનો સામનો કરવો પડી શકે છે.
યુરોપિયન કાઉન્સિલે આ કાયદા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે, “અલગ–અલગ લોકો માટે એક જગુનાની સજા અલગ ન હોઈ શકે.‘ બીજી તરફ અમેરિકાએ ઈઝરાયલના આ ર્નિણયનું સમર્થન કરતા કહ્યું કે, ‘એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ઈઝરાયલ પાસે આતંકવાદીઓ સામે સૌથી કડક સજા નક્કી કરવાનો અધિકાર છે.‘ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમને વિશ્વાસ છે કે માનવ અધિકારોની રક્ષા માટે ઈઝરાયલદરેક કેસની કોર્ટમાં યોગ્ય રીતે સુનાવણી કરીને જ સજા નક્કી કરશે.‘
ઈઝરાયલનો આ નવો કાયદો કહે છે કે, કોઈ પણ વ્યક્તિ ઈઝરાયલી નાગરિકની ઈરાદાપૂર્વક હત્યાકરવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો તેને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા ફટકારવામાંઆવશે. મૃત્યુદંડનો અર્થ ફાંસી. આ ક્રિમિનલ કોર્ટમાં ઈઝરાયલીઓ, પેલેસ્ટિનિયનો અથવા પૂર્વ જેરુસલેમમાંરહેતા લોકો સાથે સબંધિત કેસની સુનાવણી થશે.
નવા કાયદા પ્રમાણે સજા જાહેર થયાના ૯૦ દિવસની અંદરદોષિત વ્યક્તિને ફાંસી આપવામાં આવશે. કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં તેને વધારીને ૧૮૦ દિવસ સુધીકરવામાં આવી શકે છે.