Last Updated on by Sampurna Samachar
પૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસને કર્યો દાવો
RCB ની જીતને લઈને અભૂતપૂર્વ હાઇપ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુમાં થયેલી નાસભાગની દુર્ઘટના પાછળ ન તો RCB અને ન તો વિરાટ કોહલીએ વિચાર્યુ હતું કે, IPL ચેમ્પિયન બન્યા બાદ તેમનો જશ્ન જીવલેણ બની જશે. અમદાવાદમાં IPL નો ખિતાબ જીત્યા બાદ બેંગલુરૂ પહોંચેલી RCB ની ટીમ માટે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જશ્નની તૈયારી કરવામાં આવી હતી. જશ્ન શરૂ થઈ ચુક્યો હતો અને સ્ટેડિયમની બહારથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા હતા.
સ્ટેડિયમની બહાર નાસભાગમાં ૧૧ લોકોના મોત થઈ ગયા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ માલે પૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસને RCB અને વિરાટ કોહલીને લઈને મોટો દાવો કર્યો છે. અતુલ વાસને આ મામલે કહ્યું કે, ૧૮ વર્ષ બાદ ટ્રોફી જીતવી વિરાટ કોહલી, ટીમ તેમજ ફેન્સ માટે શું મહત્ત્વ ધરાવે છે તે દરેક જાણતા હતાં. જેને લઈને અલગ-અલગ થ્યોરી છે. આરોપ-પ્રત્યારોપ સામે આવી રહ્યા છે, પરંતુ તેનાથી લોકોનો જીવ પાછો નહીં લાવી શકાય. RCB ની જીતને લઈને અભૂતપૂર્વ હાઇપ હતી. જે ખુદ RCB એ ક્રિએટ કરી હતી. ખેલાડીએ નહીં, પરંતુ જે હાઇપ બનાવવામાં આવી હતી તેણે બંગલુરૂમાં ગાંડપણ વધાર્યું હતું.
૧૮ વર્ષ બાદ જીત ખૂબ મહત્ત્વની હોઇ ફેન્સ પાગલ થયા
આ વિશે વધુ વાત કરતાં અતુલ વાસને કહ્યું, “હા, તે ખૂબ જ દુ:ખદ છે. મેં જે સાંભળ્યું તે દુ:ખદ છે અને તે મારી આંખો સામે બન્યું. પરંતુ, ૨૦૧૬ માં જ્યારે વિરાટ ટ્રોફી હાર્યો ત્યારે તે તેના ખરાબ સમયમાંથી એક હતો. ફેન્સ માટે પણ ૧૮ વર્ષ બાદ આ જીત ખૂબ મહત્ત્વની હતી અને એટલે જ આ જીત બાદ ફેન્સ પાગલ થઈ ગયા હતાં.
વાસને RCB ની IPL જીતને લઈને ચાલી રહેલા અતિશય પ્રચાર પર અવિશ્વાસ વ્યક્ત કર્યો. તેની સરખામણી ભારતની વર્લ્ડ કપ જીત સાથે કરી. તેણે IPL અને ફ્રેન્ચાઇઝીના શાનદાર માર્કેટિંગની પ્રશંસા કરી. વાસને દલીલ કરી કે રાજકારણીઓ નહીં પણ આ અતિશય ઉત્સાહ બેંગલુરુમાં અકસ્માતનું કારણ બન્યો. તેના માટે વિરાટ કોહલી જવાબદાર નથી.