પરિવારજનો વડોદરા ગયા ને ત્યાં મકાનમાં ચોરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા PSI ના મકાનમાંથી રોકડા રૂપિયા ૧.૫૦ લાખ અને દાગીનાની ચોરી થઇ હતી. પોલીસ તપાસમાં PSI ની બદલી વડોદરા થઇ હોવાથી પરિવારજનો વડોદરા ગયા હતા. દરમિયાન ઘરમાં ચોરી થઇ હતી. નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર છાજલીના કબાટમાંથી રોકડા રૂ.૧.૫૦ લાખ તિજોરીમાંથી દાગીની ચોરી થઇ છે. જેમાં ઘરકામ કરવા આવતી મહિલા ઉપર આશંકા થતા નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ પોલીસ સબ ઇન્સ્પેકટર તરીકે નોકરી કરે છે તાજેતરમાં તેમની બદલી વડોદરા ખાતે થઇ હતી. જેથી પરિજનો વડોદરા ગયા અને ત્યાં રોકાયા હતા.
બીજા દિવસે ઘરે આવ્યા અને જોયુ તો રસોડાની છાજલીમાં બનાવેલા કબાટમાં ડબ્બામાંથી રોકડા રૂ. ૧.૫૦ લાખ અને તિજોરીમાંથી દાગીનાની ચોરી થઇ હતી. જોકે તેમના ઘરે કામ કરવા આવતી મહિલા અવાર નવાર તેઓ હાજર ન હોય ત્યારે કામ કરીને ચાવી મુકીને જતા હતા જોકે તેમને પૂછતાં તેઓ ચોરી વિશે કંઇ જાણતા ન હોવાનું કહ્યું હતું. નરોડા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.