નર્મદા પરિક્રમા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નદી પાર કરતી વખતે લાઈફ જેકેટ ફરજિયાત, નહીંતર થશે દંડ

યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈનજાહેર કરવામાં આવી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

નર્મદા જિલ્લામાં પવિત્રઉત્તરવાહિની પંચકોષી નર્મદા પરિક્રમાનો પ્રારંભ ગત ૧૯મી માર્ચથી થઈ ચૂક્યો છે. આસ્થાના પર્વમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દેશના અન્ય ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનર્મદાના આશીર્વાદ લેવા ઉમટી રહ્યા છે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લાવહીવટી તંત્ર દ્વારા મહત્ત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ અંતર્ગત એક જાહેરનામુંપ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે મુજબ પરિક્રમાર્થીઓએ નદી પાર કરતી વખતે નીચે મુજબની સૂચનાઓનુંચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

પોતાની સુરક્ષા માટે લાઈફ જેકેટનો ઉપયોગ

મુસાફરો માટે: નાવડીમાં બેસનાર દરેક મુસાફરે ફરજિયાતપણે લાઇફ જેકેટ પહેરવાનું રહેશે. જે મુસાફર લાઈફજેકેટ નહીં પહેરે તેમની પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦૦નો દંડ વસૂલવામાં આવશે.

ઇજારદારો માટે: જો  નાવડીના ઇજારદાર (ઓપરેટર) દ્વારા લાઈફ જેકેટ પૂરા પાડવામાં કે પહેરાવવામાં કોઈપણ પ્રકારની ચૂક થશે, તો તેમની પાસેથી રૂપિયા ૫૦૦નો દંડ વસૂલ કરવામાં આવશે.

જાગૃતિ: નિયમો અંગેના જરૂરી બોર્ડ અને બેનરો લગાવવાની જવાબદારી સંબંધિત ઇજારદારે નિભાવવાનીરહેશે.

અમલીકરણ અને જવાબદારી: વહીવટી તંત્રએ નિયમોના અમલ માટે અલગઅલગ વિભાગોનેજવાબદારી સોંપી છે:

પોલીસ વિભાગ: મુસાફરો પાસેથી દંડ વસૂલવાની કામગીરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે.

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત): ઇજારદારો પાસેથી નિયત દંડ વસૂલવાની જવાબદારી કાર્યપાલકઈજનેરશ્રી, પંચાયત (મા..) વિભાગ, રાજપીપળાની રહેશે.

જાહેરનામું ૧૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધી અમલમાં રહેશે. જો  કોઈ પણ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાયદેસરનીશિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

વહીવટી તંત્ર દ્વારા તમામ પરિક્રમાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોતાની સુરક્ષા માટે લાઈફ જેકેટનો ઉપયોગ કરે અને વહીવટી તંત્રને સહકાર આપે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.