Last Updated on by Sampurna Samachar
બિહારમાં ૭૧ બેઠકો પર ભાજપે જાહેર કર્યા ઉમેદવારોના નામ
પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને તારાપુર બેઠક પરથી ઉમેદવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય જનતા પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ માટે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે. પહેલી યાદીમાં ૭૧ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, તારકિશોર પ્રસાદ, રેણુ દેવી, પ્રેમ કુમાર, મંગલ પાંડે જેવા નામો પ્રથમ યાદીમાં છે.
ભાજપે ૨૦૨૫ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે, જેમાં કુલ ૭૧ ઉમેદવારોના નામ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીને તારાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. રામ કૃપાલ યાદવને પણ દાનાપુર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
નામાંકન પત્રોની ચકાસણી ૧૮ ઓક્ટોબરે થશે
યાદી મુજબ, નંદ કિશોર યાદવની ટિકિટ કાપવામાં આવી છે. રત્નેશ કુશવાહાને પટના સાહિબથી ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે. આ યાદીમાં કુલ ૭૧ ઉમેદવારોના નામ છે. દ્ગડ્ઢછમાં બેઠકોની વહેંચણી પછી ભાજપને ૧૦૧ બેઠકો મળી છે. બાકીની બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત બીજી યાદીમાં કરવામાં આવશે.
નંદ કિશોર યાદવ ઉપરાંત, રીગાથી મંત્રી મોતીલાલ પ્રસાદની ટિકિટ કાપવામાં આવી છે. ઔરાઈથી રામસૂરત રાયની ટિકિટ કાપવામાં આવી છે. સ્ન્ઝ્ર અને આરોગ્ય પ્રધાન મંગલ પાંડેને સિવાનથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
યાદીમાં અન્ય અગ્રણી નામોમાં રેણુ દેવી (બેતિયા), પ્રમોદ કુમાર સિંહા (રક્સૌલ), શ્યામબાબુ પ્રસાદ યાદવ (પિપરા) અને નીતિશ મિશ્રા (ઝંઝારપુર)નો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક બાદ આ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો ૬ નવેમ્બરે ૧૮ જિલ્લાઓની ૧૨૧ વિધાનસભા બેઠકો માટે યોજાશે. જાહેરનામું બહાર પડતાની સાથે જ નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નામાંકન માટેની છેલ્લી તારીખ ૧૭ ઓક્ટોબર છે, જ્યારે નામાંકન પત્રોની ચકાસણી ૧૮ ઓક્ટોબરે થશે. ઉમેદવારો ૨૦ ઓક્ટોબર સુધી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે છે
પ્રથમ તબક્કામાં ૧૮ જિલ્લાઓની ૧૨૧ વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આ જિલ્લાઓમાં પટના, ભોજપુર, બક્સર, ગોપાલગંજ, સિવાન, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, દરભંગા અને સમસ્તીપુરનો સમાવેશ થાય છે. તે સિવાય મધેપુરા, સહરસા, ખગડિયા, બેગુસરાય, મુંગેર, લખીસરાય, શેખપુરા અને નાલંદામાં પણ મતદાન થશે.