નાગપુરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ

Share this Article:

૩૯ નવા મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા

(સંપૂર્ણ સમાચાર સેવા)

મહારાષ્ટ્રના નાગપુરમાં મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ફડણવીસ સરકારના કેબિનેટ વિસ્તરણ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર હતા. આ દરમિયાન ૩૯ મંત્રીઓએ શપથ લીધા.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી ત્રણ અઠવાડિયા કરતાં વધુ સમય બાદ કરવામાં આવ્યું હતું. તેમના મતવિસ્તાર નાગપુરમાં આયોજિત કાર્યક્રમમાં ઘણા મંત્રીઓએ શપથ લીધા. મહારાષ્ટ્રમાં વધુમાં વધુ ૪૩ મંત્રીઓ હોઈ શકે છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. નાગપુરના રાજભવનમાં શપથગ્રહણ સમારોહ આયોજિત કરાયો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ૩૯ નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. શપથ ગ્રહણ સમારોહ માટે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

ફડણવીસ સરકારના કુલ ૩૯ મંત્રીઓમાંથી ભાજપના ૧૯ ધારાસભ્યો, શિવસેનાના ૧૧ અને દ્ગઝ્રઁના ૯ ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપના ૧૬ ધારાસભ્યોને કેબિનેટ મંત્રી અને ૩ ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે શિવસેનાના નવ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે અને બે રાજ્યમંત્રી છે. NCP ક્વોટામાંથી ૮ કેબિનેટ મંત્રી અને એક રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે.

ભરત ગોગાવલેએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ રાયગઢ જિલ્લાના મહાડથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ શિવસેનાના નેતા છે. ભરત મરાઠા કુણબી સમુદાયમાંથી આવે છે. પ્રતાપ સરનાઈકે મંત્રી પદના શપથ લીધા. તેઓ મરાઠા સમુદાયના મોટા નેતા છે, તેઓ શિવસેનાના નેતા છે. ૨૦૦૯થી સતત ચૂંટણી જીતી રહ્યા છે. સંજય શિરસાટે મંત્રી પદના શપથ લીધા, તેઓ શિવસેના કેમ્પના નેતા છે. તેઓ ઔરંગાબાદ પશ્ચિમથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે ચૂંટણીમાં ઉદ્ધવ જૂથના રાજુ શિંદેને હરાવ્યા હતા. શિરસાટ મરાઠવાડાના છે. સંજય સાવકરેએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ ૨૦૦૯ થી સતત ચૂંટણી જીતી રહ્યા છે. સાવકરે ભાજપના નેતા છે. તેઓ સતત ચોથી વખત ભુસાવલથી ચૂંટણી જીત્યા છે.

નરહરિ ઝિરવાલે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ વરિષ્ઠ આદિવાસી નેતા છે. ઝિરવાલ ડેપ્યુટી સ્પીકર બન્યા છે. ડીંડોરી સીટથી ધારાસભ્ય છે. જયકુમાર ગોરે મંત્રી તરીકે શપથ લીધા. સતારા જિલ્લાની માન બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા છે. માણિકરાવ કોકાટેએ મંત્રી પદના શપથ લીધા, તેમને NCP ક્વોટામાંથી મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ મરાઠા સમુદાયના મોટા નેતા છે. તેઓ નાસિકની સિન્નર બેઠક પરથી ચોથી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. શિવેન્દ્ર રાજે ભોસલેએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે. તેઓ ૨૦૧૯ની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. શિવેન્દ્ર સતારા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અદિતિ તટકરેએ મંત્રી પદના શપથ લીધા, તે અજિત પવાર કેમ્પના નેતા છે. અદિતિ આ પહેલા પણ મંત્રી રહી ચૂકી છે, તે શ્રીવર્ધન સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ ચુકી છે, અદિતિ દિગ્ગજ નેતા સુનીલ તટકરેની પુત્રી છે,

મુંબઈ ભાજપના અધ્યક્ષ અને ધારાસભ્ય આશિષ શેલારે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમને દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.  મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેને પણ દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે મંત્રી તરીકે શપથ લીધા છે. આ પહેલા પણ મુંડે મંત્રી રહી ચૂક્યા છે. જયકુમાર રાવલે પણ મંત્રી પદના શપથ લીધા છે. તેમને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન દ્વારા હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શિવસેનાના નેતા ઉદય સામંતે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. સામંતને એકનાથ શિંદેની નજીક માનવામાં આવે છે. પૂર્વ મંત્રી અને સાત વખત ધારાસભ્ય મંગલ પ્રભાત લોઢાએ પણ મંત્રી પદના શપથ લીધા છે. મંગલ પ્રભાત લોઢાની ગણતરી ભાજપના મોટા નેતાઓમાં થાય છે. NCP અજીત જૂથના મોટા નેતા ધનંજય મુંડેએ પણ મંત્રી પદના શપથ લીધા છે. શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા દાદા ભુસેએ પણ મંત્રી પદના શપથ લીધા છે. માલેગાંવ બાહરીથી પાંચ વખત ધારાસભ્ય ચૂંટાયા. ભુસે અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે.

ભાજપના નેતા ગણેશ નાઈકને મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન મળ્યું છે. થાણેના ઐરોલીથી છ વખત ધારાસભ્ય ચૂંટાયા છે. શિવસેનાના વરિષ્ઠ નેતા ગુલાબરાવ પાટીલને પણ દેવેન્દ્ર ફડણવીસ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ શિવસેના ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. પાટીલ જલગાંવ ગ્રામીણના ધારાસભ્ય છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી ગિરીશ મહાજને પણ મંત્રી પદના શપથ લીધા છે. મહાજન જલગાંવના જામનેરથી ધારાસભ્ય બન્યા છે. મહારાષ્ટ્ર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને દિગ્ગજ નેતા ચંદ્રકાંત પાટીલે પણ મંત્રી પદના શપથ લીધા છે. પાટીલ પુણેના કોથરુડથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. પાટીલ ભાજપના વરિષ્ઠ નેતા છે. આ સાથે શિંદે સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. NCP અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા હસન મુશ્રિફે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. મુશ્રિફ કોલ્હાપુરના કાગલથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ભાજપના ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટીલે મંત્રી પદના શપથ લીધા. પાટીલ અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે.

ભાજપના ૧૯ મંત્રી

ચંદ્રશેખર બાવનકુલે (ભાજપ)

પંકજા મુંડે (ભાજપ)

મંગલ પ્રભાત લોઢા (ભાજપ)

ગણેશ નાઈક (ભાજપ)

ગિરીશ મહાજન (ભાજપ)

જય કુમાર રાવલ (ભાજપ)

અતુલ સાવે (ભાજપ)

અશોક ઉઇકે (ભાજપ)

આશિષ શેલાર (ભાજપ)

ચંદ્રકાંત પાટીલ (ભાજપ)

શિવેન્દ્ર રાજે ભોસલે (ભાજપ)

જય કુમાર ગોર (ભાજપ)

સંજય સાવકરે (ભાજપ)

નિતેશ રાણે (ભાજપ)

માધુરી મિસાલ (ભાજપ)

રાધાકૃષ્ણ વિખે (ભાજપ)

પંકજ ભોયર (ભાજપ)

મેઘના બોર્ડિકર (ભાજપ)

આકાશ પુંડકર (ભાજપ)

શિવસેનાના ૧૧ મંત્રી

દાદા દગડુ ભુસે (શિવસેના-શિંદે)

સંજય રાઠોડ (શિવસેના-શિંદે)

ગુલાબરાવ પાટીલ (શિવસેના-શિંદે)

ઉદય સામંત (શિવસેના-શિંદે)

સંજય શિરસાટ (શિવસેના-શિંદે)

પ્રતાપ સરનાઈક (શિવસેના-શિંદે)

ભરત ગોગાવલે (શિવસેના-શિંદે)

શંભુરાજ દેસાઈ (શિવસેના-શિંદે)

આશિષ જાયસ્વાલ (શિવસેના-શિંદે)

યોગેશ કદમ (શિવસેના-શિંદે)

પ્રકાશ આબિટકર (શિવસેના-શિંદે)

એનસીપીના ૯ મંત્રી

ધનંજય મુંડે (NCP -અજિત)

હસન મુશ્રિફ (NCP -અજિત)

દત્તાત્રેય ભરણે (NCP -અજિત)

માણિક રાવ કોકાટે (NCP -અજિત)

નરહરિ ઝિરવાલ (NCP -અજિત)

અદિતિ તટકરે (NCP -અજિત)

મકરંદ જાધવ પાટીલ (NCP -અજિત)

ઇન્દ્રનીલ નાઇક (NCP -અજિત)

બાલા સાહેબ પાટિલ (NCP-અજિત)

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.