Last Updated on by Sampurna Samachar
સાવરકર કેસમાં કોર્ટ પાસે આ અપીલ કરી
ભાજપ નેતા તરવિંદર સિંહ મારવાહે પણ ધમકી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુણેની એક કોર્ટમાં અરજી આપીને દાવો કર્યો છે કે તેમના જીવને ગંભીર ખતરો છે. આ આવેદન સાવરકર પર તેમની ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિ કેસમાં આપ્યું છે. તેમણે મહાત્મા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ઇતિહાસને ખુદને રિપીટ કરવાની પરમિશન ન આપવી જોઈએ.

પોતાના આવેદનમાં રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું કે, હાલમાં તેમણે જે રાજકીય મુદ્દા ઉઠાવ્યા છે અને પહેલા સાવરકર પર જે ટિપ્પણીઓ કરી હતી, તેના કારણે તેમની સુરક્ષાને ખતરો વધી ગયો છે. આ કેસના ફરિયાદકર્તા, નાથૂરામ ગોડસેના સીધા વંશજ છે. ફરિયાદકર્તાના પરિવારનો હિંસા અને અસંવૈધાનિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો દસ્તાવેજી ઇતિહાસ રહ્યો છે.
ફરિયાદકર્તાના પરિવારનો હિંસા સાથે જોડાયેલો ઇતિહાસ
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સ્પષ્ટ, તાર્કિક અને ઠોસ આશંકા છે કે મને નુકસાન પહોંચાડી શકે છે. ખોટા કેસમાં ફસાવી શકે છે અથવા અન્ય રીતથી ટાર્ગેટ બનાવી શકે છે. ફરિયાદકર્તાના પરિવારનો હિંસા સાથે જોડાયેલો ઇતિહાસ રહ્યો છે. ઇતિહાસને ખુદને રિપીટ કરવાની પરમિશન ન આપવી જોઈએ. આ નિવેદન તેમણે મહાત્મા ગાંધીની હત્યાના સંદર્ભમાં આપ્યું છે.
રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું કે વોટ ચોરીના આરોપે તેમના રાજકીય વિરોધીઓને ભડકાવી દીધા છે. તેમણે દાવો કર્યો કે, ભાજપ તરફથી તેમને બે સાર્વજનિક ધમકીઓ મળી ચૂકી છે. તેમાં કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટૂએ તેમને દેશનો નંબર વન આતંકવાદી કહ્યો. તો વળી ભાજપ નેતા તરવિંદર સિંહ મારવાહે પણ ધમકી આપી છે.