ત્રણ પલટી મારી કાર દૂર ફેંકાઈ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

ધારીના પ્રેમપરા પાસે ભયાનક અકસ્માત સર્જાયો

ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

(સંપૂર્ણ સમાચાર સેવા)​

અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા પ્રેમપરા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટઝડપે જઈ રહેલી એક કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. દુર્ઘટનામાં કારચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનુંસામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે કારે હવામાં ત્રણ ગુલાટી મારી હતી. પુરપાટઝડપે દોડતી કાર અચાનક બેકાબૂ બની હતી અને રસ્તા પરથી ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. ઘટનાનેપગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.જો ગંભીર ઈજાઓને કારણે કારચાલકે દમ તોડ્યો હતો.

એક ચેતવણીરૂપ કિસ્સો

સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જો શકાય છે કે કાર કેટલી ઝડપથી આવી રહી હતી અને પલટી ખાતી વખતે તેની સ્થિતિ કેટલી જોખમી હતી. હાલમાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે, જે રસ્તા પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા માટેનો એક ચેતવણીરૂપ કિસ્સો બની રહ્યો છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દેતા ગોઝારી ઘટના ઘટી હતી. અન્યબે ઘાયલ યુવકોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમને વધુ સારવાર માટે રિફર કરવામાંઆવ્યા છે. પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.