Last Updated on by Sampurna Samachar
એપ પરથી બંનેની થઇ મુલાકાત
બધું જ સોંપી દીધા બાદ અસલી સચ્ચાઈ સામે આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના ટેકનોલોજીભર્યા જમાનામાં સોશિયલ મીડિયા પર બધા લોકો નિર્ભર થઇ ગયા છે. ત્યારે હવે જીવનસાથી પણ ઓનલાઇન સાઇટ પરથી શોધી લેતા હોય છે. ક્યારેક ક્યારેક સારો જીવનસાથી મળી જાય છે, પણ ક્યારેક ક્યારેક છેતરપિંડીનો શિકાર પણ બની જાય છે. આવા સમયે ઉત્તર પ્રદેશના વારાણસીમાંથી એક કિસ્સો સામે આવ્યો છે.

અહીં એક છોકરીએ પોતાના લાઇફ પાર્ટનર પસંદ કરવા માટે મેટ્રોમોનિયલ એપની મદદ લીધી. પણ બિચારીને શું ખબર હતી કે જે શખ્સ સાથે તેની મુલાકાત થઈ અને લગ્નના સપના જોયા હતા, તેનું રહસ્ય તો કંઈક બીજું જ નીકળશે. જ્યારે મહિલાને તેના વિશે ખબર પડી તો તે દોડતી દોડતી પોલીસ સ્ટેશન પહોંચી અને આખી વાત જણાવી હતી.
મામલો ન ફક્ત છેતરપિંડી અને યૌન શોષણનો
મળતી માહિતી અનુસાર વારાણસીના આશાપુર વિસ્તારમાં આવેલા એક અપાર્ટમેન્ટમાં રહેતી યુવતી સાથે લગ્નના નામ પર ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. યુવતીએ આરોપ લગાવ્યો કે એક મુસ્લિમ યુવકે ખુદને હિન્દુ ગણાવીને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા, સાથે જ લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરી. તેની સાથે જ તેના પર ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવાનું પ્રેશર પણ બનાવ્યું હતું.
પીડિતા અનુસાર, તે જૂલાઈ મહિનામાં એક મેટ્રીમોનિયલ સાઇટ દ્વારા વિવાહ માટે જીવનસાથી શોધી રહી હતી. આ દરમ્યાન એક યુવકે તેનો સંપર્ક કર્યો અને પોતાનું નામ સમ્રાટ સિંહ બતાવ્યું. બંને વચ્ચે વાતચીત આગળ વધી અને ૧૩ જૂલાઈના રોજ યુવક તેને મળવા આશાપુરની એક ઇન્ક્લેવમાં પહોંચ્યો. ત્યાં તેને લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બનાવ્યા. ત્યાર બાદ યુવકે આશાપુર ચોક પર આવેલી કેનેરા બેન્ક સાથે યુવતી પાસેથી પાંચ લાખ રૂપિયા લઈ લીધા.
એટલું જ નહીં આરોપી યુવક-યુવતીને લખનઉ પણ લઈ ગયો, જ્યાં કેટલીય હોટલોમાં સમય વીતાવ્યો. થોડા દિવસ બાદ યુવતીને જાણવા મળ્યું કે, યુવકનું અસલી નામ મોહમ્મદ શરફ રિઝવી છે અને તે ફર્રુખાબાદ જિલ્લાના ચીની ગ્રામમાં રહે છે. જ્યારે યુવતીએ યુવકની સચ્ચાઈ જાણવાની કોશિશ કરી, તો તેણે ધમકી આપવાનું શરુ કરી દીધું અને ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા માટે પ્રેશર બનાવ્યું.
પીડિતાએ જ્યારે પૈસા પાછા માગ્યા તો આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. કંટાળીને યુવતીએ સારનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેના પર પોલીસે તત્કાલિક મામલો નોંધી લીધો. પોલીસ પ્રભારી વિવેક ત્રિપાઠીએ જણાવ્યું કે, આરોપીની ધરપકડ માટે બે ટીમો બનાવી છે. આ મામલો ન ફક્ત છેતરપિંડી અને યૌન શોષણનો છે. પણ ધર્મ પરિવર્તનના પ્રેશર જેવી ગંભીર સામાજિક ચિંતા સાથે જોડાયેલો છે. પોલીસ ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવા માટે આગળની કાર્યવાહી કરશે.