Last Updated on by Sampurna Samachar
પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી
હર્ષ છેલ્લા કેટલાક સમયથી કોમલ પર છૂટાછેડા આપવા માટે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ન્યૂ રાણીપમાં આવેલાપર્લ–૭૮ રેસીડેન્સીમાં રહેતા હર્ષ પ્રજાપતિએ તેની ૩૫ વર્ષીય પત્ની કોમલની ગળું દબાવી હત્યા કરી હોવાનાઆરોપસર સાબરમતી પોલીસે તેની ધરપકડ કરી છે. શરૂઆતમાં આ કેસ અચાનક બીમારીને કારણે થયેલામોતના નાટક જેવો લાગતો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારના આક્ષેપો બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો છે.

મળતી માહિતી અનુસાર, ચોથી એપ્રિલની સવારે કોમલના પિતા ઈશ્વરભાઈ ઠાકોરને તેના વેવાઈનો ફોન આવ્યોહતો કે કોમલની તબિયત ખરાબ છે. જ્યારે પરિવાર પર્લ–૭૮ રેસીડેન્સી પહોંચ્યો ત્યારે કોમલ બેડરૂમમાં બેભાન હાલતમાં પડી હતી. જો કે, કોમલના ગળાના ભાગે નખના નિશાન જોઈને પિતાને શંકા ગઈ હતી.
કોમલનું મૃત્યુ કુદરતી નહીં પણ ગળું દબાવવાને કારણે થયું
જ્યારે પતિહર્ષને આ બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે એવું બહાનું બનાવ્યું હતું કે, ‘કોમલ બાથરૂમમાંથી બહાર નીકળીત્યારે તેને ચક્કર આવ્યા અને ઉલટી થયા બાદ તે ઢળી પડી.‘ પરંતુ પરિવારને આ વાત ગળે ન ઉતરતા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
પોલીસે પાંચમી એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવતા જાણવા મળ્યું કે કોમલનું મૃત્યુ કુદરતી નહીં પણ ગળું દબાવવાને કારણે થયું છે.
આક્ષેપ છે કે હર્ષને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમસંબંધ હતો, જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. હર્ષ છેલ્લા કેટલાક સમયથી કોમલ પર છૂટાછેડા આપવા માટે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતો હતો. હર્ષેકોમલને ધમકી આપી હતી કે જાે તે આ અફેર વિશે કોઈને કહેશે તો તેના પરિણામ ભયંકર આવશે.
પોલીસના જણાવ્યાનુસાર, ચોથી એપ્રિલની સવારે હર્ષ અને કોમલ વચ્ચે છૂટાછેડાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈહતી. આ દરમિયાન આવેશમાં આવીને હર્ષે કોમલ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને તેનીહત્યા કરી નાખી હતી. સાબરમતી પોલીસે મૃતક કોમલના પિતાની ફરિયાદના આધારે હર્ષ પ્રજાપતિ સામેહત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ પરિવારજનોના નિવેદન નોંધી રહી છે અને ફોરેન્સિકપુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.