પોલીસે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગરમાં હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપ થતા ચકચાર મચી છે. ભાવનગરના હાથબ ગામમાં હત્યાના પ્રયાસની ઘટના બની હતી. અકસ્માતમાં ખપાવી દેવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો.આ બનાવની વિગત મુજબ બે દિવસ પહેલા બોલેરો ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો.
આ અકસ્માતમાં અશોક બારૈયા અને મંજુબેનને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે બન્નેને ભાવનગર સર ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદી અશોક બારૈયાએ બોલેરો ચાલક પર આક્ષેપ કર્યો હતો. એટલું જ નહી બોલેરો ચાલક દ્વારા ત્રીજી વાર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આનવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.