Last Updated on by Sampurna Samachar
સુત્રાપાડામા બોગસ ડોક્ટરની SOG પોલીસે કરી અટકાયત
આ બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડતા ત્યાં એલોપેથીક પ્રેક્ટિસ થતી હોવાનું સામે આવ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા નકલી ડોક્ટરો સામે પોલીસે લાલ આંખકરી છે. સુત્રાપાડા વિસ્તારમાં માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક દવાખાનું ચલાવી લોકોની જિંદગી જોખમમાં મૂકનાર એક બોગસ ડોક્ટરને એસ.ઓ.જી. અને સુત્રાપાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથધરી ઝડપી પાડ્યો છે.

ગીર સોમનાથ એસ.ઓ.જી.ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સુત્રાપાડાના એક વિસ્તારમાં એક શખ્સકોઈ પણ પ્રકારની અધિકૃત મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ક્લિનિક ખોલીને બેઠો છે અને ગરીબ દર્દીઓનીસારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડતા ત્યાં એલોપેથીક પ્રેક્ટિસ થતીહોવાનું સામે આવ્યું હતું.
પોલીસની તપાસ દરમિયાન આરોપી પાસેથી કોઈ પણ માન્ય ડિગ્રી મળી આવી નહોતી. પોલીસે ઘટના સ્થળેથી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શન અને તબીબી સાધનો સહિત કુલ ? ૭,૮૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લોકોના જીવ સાથે રમત રમનાર આ શખ્સ વિરુદ્ધ સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સ કેટલા સમયથી અહીંપ્રેક્ટિસ કરતો હતો અને તેણે અન્ય કોઈ જગ્યાએ આવા અડ્ડાઓ ચલાવ્યા છે કે કેમ. આ કાર્યવાહીથી પંથકમાંફફડાટ વ્યાપી ગયો છે.