ભારત ક્યારેય અન્ય લોકોને તેના ર્નિણયો વીટો કરવાની મંજૂરી આપશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
વીટો પાવરના ઉપયોગને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઉભા થયા છે અને તેના ઉપયોગને લઈને દબાણ બનાવવા માટે ઘણા દેશો દ્વારા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કોઈપણ દેશનું નામ લીધા વગર સ્પષ્ટ મેસેજ આપ્યો છે.
તેમણે કહ્યું કે, ભારત ક્યારેય અન્ય લોકોને તેના ર્નિણયો વીટો કરવાની મંજૂરી આપશે નહીં અને કોઈપણ ડરને ધ્યાનમાં લીધા વિના રાષ્ટ્રીય હિત અને વૈશ્વિક સુખાકારી માટે જે યોગ્ય હશે તે કરશે. જયશંકરે કહ્યું કે ભારત આજે એક મહત્વપૂર્ણ મોરચે ઊભું છે. જ્યાં તેને વિકાસની નવી સંભાવનાઓ દેખાઈ રહી છે. જોકે કેટલીક જૂની સમસ્યાઓ હજુ પણ રહે છે. જેનો ઉકેલ લાવવાની જરૂર છે. મુંબઈમાં એક કાર્યક્રમમાં બોલતા એસ જયશંકરે કહ્યું કે, જ્યારે ભારત વૈશ્વિક ચેતનામાં વધુ ઊંડાણપૂર્વક જોડાય છે, ત્યારે તેના પરિણામો ખરેખર ગહન હોય છે.
તેમણે કહ્યું હતું કે બિનઆરોગ્યપ્રદ આદતો, તણાવપૂર્ણ લાઈફસ્ટાઈલ અથવા વારંવાર હવામાનની ઘટનાઓ સાથે સંઘર્ષ કરતી દુનિયામાં ભારતના વારસામાંથી ઘણું શીખી શકાય છે, પરંતુ વિશ્વને તે ત્યારે જ ખબર પડશે જ્યારે દેશવાસીઓ તેના પર ગર્વ કરશે. જયશંકરે કહ્યું કે, ગ્લોબલાઈઝેશનના યુગમાં ટેક્નોલોજી અને પરંપરાને સાથે લઈને ચાલવું પડશે. તેમણે કહ્યું કે ભારત અનિવાર્યપણે પ્રગતિ કરશે. પરંતુ તેણે તેની ભારતીયતા ગુમાવ્યા વિના આ કરવું પડશે. તો જ આપણે બહુધ્રુવીય વિશ્વમાં સાચા અર્થમાં અગ્રણી શક્તિ તરીકે ઉભરી શકીશું.
આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની પ્રાથમિક જવાબદારી છે. તેની સત્તાઓમાં શાંતિ જાળવણી કામગીરીમાં યોગદાન, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગુ કરવા અને સુરક્ષા પરિષદના ઠરાવો દ્વારા લશ્કરી પગલાં લેવાનો પણ સમાવેશ થાય છે. હાલમાં યુએનએસસીના પાંચ સ્થાયી સભ્યો પાસે વીટો પાવર છે. વીટો પાવર એટલે કોઈપણ ર્નિણયને રોકવાની ક્ષમતા. આ રીતે સમજો, જો ૫ દેશોમાંથી કોઈ એક દેશ કોઈપણ ર્નિણયને રોકવા માંગે છે, તો તે વીટો પાવરનો ઉપયોગ કરીને તે ર્નિણયને રોકી શકે છે.