Last Updated on by Sampurna Samachar
મિલંદ રેગેનું હાર્ટ એટેકથી મોત થયાની માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત સાથે જ ક્રિકેટ જગત માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક દુઃખદ સમાચાર શેર કર્યા છે. મુંબઈના પૂર્વ કેપ્ટન અને પસંદગી સમિતિના સભ્ય મિલંદ રેગેનું હાર્ટ એટેકથી મોત થયું છે.

ભારત હાલમાં ચેમ્પિયન ટ્રોફીની તૈયારીમાં વ્યસ્ત છે. આ વચ્ચે ૭૬ વર્ષના રેગેને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું નિધન થયું હતું. પરિવારમાં એમને પત્ની અને બે દીકરા છે. ઓલરાઉંડરના રૂપમાં રેગેની ૨૬ વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો હતો. આમ છતાં તેઓ ક્રિકેટના મેદાન પર પાછા ફર્યા અને રણજી ટ્રોફીમાં મુંબઈની કપ્તાની કરી હતી. ૧૯૬૬-૬૭ અને ૧૯૭૭-૭૮ વચ્ચે ૫૨ પ્રથમ શ્રેણીની મેચોમાં ચેમને ઓફ સ્પિન બોલિંગથી ૧૨૬ વિકેટ લીધી હતી. તેમણે બેટીંગમાં પણ જોશ દેખાડ્યો હતો અને ૨૩.૫૬ ની સરેરાશથી ૧,૫૩૨ રન બનાવ્યા હતા.
ભારત કે પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરના બાળપણના મિત્ર રેગેએ ગાવસ્કરની સાથે સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કર્યો હતો. મુંબઈ અને ક્રિકેટ સંઘ (MCA)માં સૌથી વધુ સન્માનિત વ્યક્તિઓમાંથી એક તરીકે રેગે ઘણી ભૂમિકાઓ ભજવી હતી. MCA ના અધ્યક્ષ અજિંક્ય નાયકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ”મિલિંદ રેગે સરના નિધન અંગે જાણી ઘણું દુખ થયું.
મુંબઈ ક્રિકેટના ખેલાડી, પસંદગીકાર અને મેન્ટરના સ્વરૂપે રેગેનું અનોખું યોગદાન હતું. એમના માર્ગદર્શન તળે ભાવી પેઢીઓ તૈયાર થઈ છે. ત્યારે નાગપુરમાં વિદર્ભ સામે રણજી મેચ રમવા ઉતરેલી મુંબઈની ક્રિકેટ ટીમે કાળી પટ્ટી ધારણ કરીને મેદાનમાં ઉતરી હતી.