Last Updated on by Sampurna Samachar
આ વિવાદનો અંત નહી પણ પરિણામ લોહિયાળ આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ટીમરી ગામમાં જૂથ અથડામણમાં ચાર જેટલાં લોકોની હત્યા કરી દેવાઇ છે. માહિતી અનુસાર ટીમરી ગામમાં બે પરિવાર વચ્ચે જુગાર રમવાની બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં આ વિવાદનો અંત નહી પણ પરિણામ લોહિયાળ આવ્યું છે. જેમાં એક પક્ષના લોકો ગામની એક દુકાને ચા પી રહ્યા હતા. આ દરમિયાન જુગાર રમવાની ના પાડતા આરોપી પરિવારે તેના પર ચપ્પુ અને લાકડીથી હુમલો કરી દીધો હતો.
આ મામલે ASP સૂર્યકાંત શર્માએ જણાવ્યું હતું કે, સાહુ પરિવાર અને પાઠક પરિવારના લોકો ચા પી રહ્યા હતા. એવામાં બંને વચ્ચે વિવાદ થતા બંને પક્ષોએ તેમના પરિવારના વધુ લોકોને ત્યાં બોલાવ્યા અને હુમલામાં પાઠક અને દુબે પરિવારના ૪ લોકોના મોત થયા છે. એવામાં મૃતકોના પરિવારજનો કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
પોલીસના કહેવા અનુસાર આ ઘટનામાં આશરે ૨૫ થી ૩૫ વર્ષની વયના યુવાનોના એક ગ્રુપ પર અન્ય પક્ષોના લોકોએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય યુવકનું નજીકની હોસ્પિટલમાં લઈ જવાના થોડા સમય બાદ જ મોત થયું હતું.
આ ઘટનામાં અન્ય બે યુવક ઘાયલ થયા છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત હવે સારી હોવાનું કહેવાયમાં આવી રહ્યું છે. અધિકારીએ કહ્યું કે ઘટનાની તપાસ તેમજ આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. હાલ ગામમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.