Last Updated on by Sampurna Samachar
પરિવારમાં પુત્રના આઘાતથી શોક ફેલાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ૧૩ વર્ષના કિશોરને માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિવારમાં પુત્રના આપઘાતથી શોક ફેલાયો છે. આ ઘટનામાં ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરત શહેરમાં ડિંડોલીના નવાગામ સ્થિત કેશવ નગરમાં કરૂણ ઘટના બનવા પામી છે. ધોરણ ૭ માં અભ્યાસ કરતા સંકેત પાટીલ નામના કિશોરે સાયકલ લઈને રમવા જતા માતાએ ઠપકો આપ્યો હતો. માતાએ ઠપકો આપતા માઠું લાગતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો હતો. સંકેત પાટીલ સરકારી શાળામાં અભ્યાસ મેળવતો હતો. પુત્રના આપઘાતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસ અગાઉ જ કચ્છના રાપરમાં ૧૫ વર્ષીય સગીરા વિશ્વા સવજીભાઈ પરમારે આત્મહત્યા કર્યાના સમાચારે ચકચાર મચાવી દીધી હતી. શાળાની મહિલા આચાર્યના ત્રાસથી ૧૫ વર્ષીય સગીરાએ આત્મહત્યા કર્યાનો કુટુંબનો આરોપ હતો. આ કેસમાં શાળાના પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે.