Last Updated on by Sampurna Samachar
લસુંદ્રા ગામની ભાગીને લગ્ન કરનાર પાટીદાર દીકરીની થઈ હત્યા?
પાટીદાર દીકરી અંગે પાસ આગેવાનેજણાવ્યું છે કે, દીકરી સાથે ખૂબ મોટી છેતરપિંડી થઈ હોવાની આશંકા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ખેડાના લસુંદ્રા ગામની પાટીદાર દીકરીના અન્ય સમાજના છોકરા સાથે લગ્નના વિવાદમાં નવો જ ઘટસ્ફોટ થયો છે. પાટીદાર નેતા અને માતાએ લગ્ન બાદ દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. દીકરીની માતાએ પોલીસને આ અંગેની ફરિયાદ કરી છે. દીકરીને ભગાડવામાં સંડોવાયેલા રણછોડ ભુવાજી નામની વ્યક્તિ અને તેના પરિવારે લગ્ન છૂટું કરવા માટે ૨૫ લાખની માંગણી કરી હતી.

આ માંગણી દીકરીના પરિવારે ન સ્વીકારતા હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દીકરીની શોધખોળ માટે પોલીસ સ્ટેશનમાં માતા સાથે પાસના સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે. આ કેસમાં એવું પણ સામે આવ્યું છે કે, પાટીદાર દીકરી તેની સાથે ૧૭ તોલા સોનું અને બે લાખ કરતાં વધારે રકમ પણ લઈ ગઈ છે. આ મામલે દીકરીની માતા સાથે પાસના આગેવાનો…
દીકરી ગઈ પછી મેં એને જોઈ જ નથી
પાસ આગેવાન દિનેશ બાંભણિયાએ આ અંગે જણાવ્યું છે કે, “દીકરી સાથે ખૂબ મોટી છેતરપિંડી થઈ હોવાની આશંકા છે. દીકરી ૧૮ વર્ષની છે અને તેની સામે ભગાડનારની ઉંમર ૩૨ વર્ષ છે. દીકરી ભાગ્યા પછી અમારી સામે લાવવામાં આવી નથી. અમે આ દીકરીની તપાસ કરતાં કરતાં ધનસુરામાં રણછોડભાઈ ભુવાજી જે પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ છે તેમને મળ્યા હતા.
ત્યારે તેમને સ્વીકાર્યું હતું કે, જે દીકરો દીકરીને ભગાડી ગયો છે તેની બહેનનું સગપણ મારા દીકરા સાથે થયું છે. એટલે જ્યાં સુધી મોટા ભાઈનું લગ્ન ન થાય ત્યાં સુધી બહેનનું લગ્ન પણ ન થાય. તે માટે આ પગલું ભરાયું છે. આ અંગે અમે અને તેમના સમાજના આગેવાનોએ તેમની સાથે વાત કરી હતી. ત્યારે તેમણે બે દિવસનો સમય માંગ્યો. જે બાદ રણછોડ ભુવાજીના ઘરે જઈને તેમને મળ્યા અને તે બાદથી તેમનો પણ પત્તો લાગતો નથી.
દીકરી સાથે અઘટિત ઘટના બની હોવાનું અમને લાગે છે. મોડાસાના કઠલાલ પોલીસ સ્ટેશને જ્યારે આ દીકરીને લાવવામાં આવી ત્યારે પોલીસ આવી ત્યાં તો આ લોકો ફરાર થઈ ગયા હતા. અમે દીકરીને જોઈ જ નથી.” દીકરીના માતા અને આંટી જ્યારે રણછોડ ભુવાજીના ઘરે ગયા તો ત્યાં એના ભાઈએ એવું કહ્યું કે, છૂટું કરવું હોય તો ૨૫ લાખ આપવા પડશે.
આ અમારા સમાજનો રિવાજ છે. જો તમે રૂપિયા નહીં આપો તો તમે તમારી દીકરીના અંશો પણ ભૂલી જજાે. આ સાંભળતા જ અમે કઠલાલ અને ખેડા પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરી છે. આ દીકરીની હત્યા થઈ હોય તેવી અમને આશંકા છે. ૧૫ દિવસમાં ક્યારેય દીકરી કોઈની સામે આવી નથી.
દીકરીની માતાએ આ અંગે જણાવ્યું કે, મારી દીકરી કોલેજથી બસમાં બેસે ત્યારે મને ફોન કરે, પરંતુ તે દિવસે તેનો ફોન ન આવ્યો તો મેં ચિંતામાં સામેથી ફોન કર્યો હતો. ત્યારે તેનો ફોન બંધ હતો. દીકરી સાથે કાંઈક અઘટિત બની ગયું છે તેવી આશંકા છે. દીકરી સાથે જોરજબરદસ્તીથી લગ્ન કરાયા છે. પિયુષ ડમ્પરનો ડ્રાઇવર છે જે માત્ર ૭ ચોપડી જ પાસ છે. પિયુષના પરિવાર સાથે મુલાકાત કરી એટલે તેઓએ છૂટાછેડા માટે ૨૫ લાખ માંગ્યા હતા. દીકરી ગઈ પછી મેં એને જોઈ જ નથી. મારી દીકરી આવું ન કરી શકે તેને જબરદસ્તીથી આવું કરાયું હોવું જોઈએ.