Last Updated on by Sampurna Samachar
સોનાની ખાણ પર બંદૂકધારીઓનો આતંક
રાજધાનીની બહાર આવેલા સેન્ટ્રલ ઇક્વેટોરિયા રાજ્યના જેબેલ ઇરાક વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ ભારે વિનાશ મચાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આફ્રિકન દેશ દક્ષિણ સુદાન ફરી એકવાર હિંસાની આગમાં સપડાયું છે. રાજધાનીની બહાર આવેલા સેન્ટ્રલઇક્વેટોરિયા રાજ્યના જેબેલ ઇરાક વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારીઓએ ભારે વિનાશ મચાવ્યો છે. સોમવારેપોલીસ પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે સોનાની ખાણ પર થયેલા એક ભયાનક હુમલામાં ૭૦ થી વધુ લોકોના મોતથયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ હુમલો જેબેલ ઇરાક સોનાની ખાણના વિસ્તારમાં થયો હતો, જ્યાં લાંબા સમયથી ગેરકાયદેસર ખાણકામકરનારાઓ અને સત્તાવાર ખાણકામ કંપનીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાંઆવેલા હૃદયદ્રાવક વીડિયોમાં ખુલ્લા મેદાનમાં ડઝનબંધ મૃતદેહો પડેલા જોઈ શકાય છે. સ્થાનિક પત્રકારોનાજણાવ્યા અનુસાર, હુમલા સમયે જીવ બચાવવા માટે ઘણા લોકો નજીકની ઝાડીઓમાં ભાગી ગયા હતા, જેમાંથી અનેક હજુ પણ લાપતા હોવાનું મનાય છે.
સુરક્ષા વ્યવસ્થા નબળી હોવાને કારણે સામાન્ય નાગરિકોએ ગુમાવ્યો જીવ
પોલીસ પ્રવક્તા ક્વાસિવોક ડોમિનિક એમોન્ડોકે આ હુમલાની પુષ્ટિ કરી છે, પરંતુ હુમલાખોરોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. બીજી તરફ, વિપક્ષી જૂથ આ હત્યાકાંડની સખત નિંદા કરી છે અનેતેનો સીધો દોષ સરકારી દળો પર ઢોળ્યો છે. વિપક્ષનો દાવો છે કે જેબેલ ઇરાક વિસ્તાર સંપૂર્ણપણે સરકારીદળોના નિયંત્રણ હેઠળ છે, તેથી આટલી મોટી સંખ્યામાં થયેલી હત્યાઓ માટે જ જવાબદાર છે.
નાઇલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ ટ્રાન્ઝિશનલ જસ્ટિસ જેવા નાગરિક અધિકારજૂથોએ આ ઘટનાને માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. માનવ અધિકાર કાર્યકર્તા એડમંડયાકાનીએ સરકારને અપીલ કરી છે કે દેશમાં વધી રહેલા ગેરકાયદેસર ખાણકામ અને કુદરતી સંસાધનો પરથતી લોહિયાળ ગેંગવોરને તાત્કાલિક અસરથી રોકવામાં આવે. તેમણે કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા નબળી હોવાને કારણે સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવવો પડી રહ્યો છે.