Last Updated on by Sampurna Samachar
ગુજરાત બોર્ડ, મહારાષ્ટ્ર બોર્ડ, અને CBSE બોર્ડના અભ્યાસક્રમોનો સમાવેશ
વાર્તા, કવિતા, નાટક, અને ગીતના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં પ્રથમ વખત, બનાસકાંઠાના ૧૫ થી ૨૪ વર્ષની વયના ૮ યુવા વિદ્યાર્થીઓએ ‘‘‘‘’AI FOR EDUCATORS ‘‘‘‘ નામની એક ખાસ એપ બનાવી છે.આ એપને ૧૫ વર્ષીય ચિરાગ અભેરામભાઈ જોષી ઓપરેટ કરી રહ્યા છે. જેઓ ધોરણ ૧૧માં અભ્યાસ કરે છે.આ એપ્લિકેશન દ્વારા અત્યાર સુધીમાં ૪,૦૦૦થી વધુ શિક્ષકોને AI પદ્ધતિથી શિક્ષણની તાલીમ આપવામાં આવી છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ તાલીમમાં, તેમણે શિક્ષકોને આ નવી પદ્ધતિનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ એપની મદદથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સરળતાથી શિક્ષણ મેળવી શકશે. શિક્ષકો ધોરણ ૧ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓને સરળતાથી ભણાવી શકશે. આ એપમાં ગુજરાત બોર્ડ, મહારાષ્ટ્ર બોર્ડ, અને CBSE બોર્ડના અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને તેમાં તમામ વિષયો ઉપલબ્ધ છે.
શિક્ષકો ૩૦ સેકન્ડમાં કોઈપણ વિષયની માહિતી મેળવી શકશે
આ એપ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ એપના માધ્યમથી માત્ર ૩૦ સેકન્ડમાં ગુજરાતી, અંગ્રેજી, અને મરાઠી સહિતની ભાષાઓના ધોરણ ૧ થી ૧૨ ના પુસ્તકોનું જ્ઞાન સરળતાથી મેળવી શકાશે. વધુમાં, વાર્તા, કવિતા, નાટક, અને ગીતના માધ્યમથી વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે ભણાવી શકાશે.
આ એપ્લિકેશનના સંચાલક બનાસકાંઠાના ખેતેશ આકોલિયા છે. અને આ એપ બનાવવામાં યુવાનોને લગભગ એક વર્ષનો સમય લાગ્યો છે. આ યુવાનો પાલનપુર ખાતે આ છૈં પદ્ધતિ પર કામ કરી રહ્યા છે. સુરતના શિક્ષકોને આ પદ્ધતિની તાલીમ ગુજરાતમાં પ્રથમવાર આપવામાં આવી છે.
AI એપના મુખ્ય ફાયદા:
* ઝડપી માહિતી: આ એપના માધ્યમથી શિક્ષકો માત્ર ૩૦ સેકન્ડમાં કોઈપણ વિષયની માહિતી મેળવી શકે છે.
* સરળ શિક્ષણ: ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિષયોને આ એપ દ્વારા સરળતાથી ભણાવી શકાય છે.
* રુચિકર શિક્ષણ: પુસ્તકોના પાઠને વાર્તા, કવિતા, અને ગીતના માધ્યમથી રજૂ કરીને વિદ્યાર્થીઓને ભણવામાં વધુ રસ પડે તેવું વાતાવરણ ઊભું કરી શકાય છે.
* બહુભાષીય ઉપયોગ: આ એપમાં ગુજરાત બોર્ડ, મહારાષ્ટ્ર બોર્ડ, અને CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ છે.
* નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ: આ એપ ખાસ કરીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. જે ટેક્નોલોજી આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે.
આ પહેલ ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવું પરિવર્તન લાવી શકે છે અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ બંને માટે શિક્ષણ પ્રક્રિયાને વધુ સુગમ બનાવી શકે છે.