Last Updated on by Sampurna Samachar
૧૦૦ મીટર સુધી બસના કાચ અને પાર્ટ્સ વિખરાયા
આ ઘટના આગ્રા એક્સપ્રેસ વે પર બની
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગમખ્વાર અકસ્માત થયો હતો. મળતી જાણકારી પ્રમાણે, એક ડબલ ડેકર બસ પલટી જવાથી અત્યાર સુધીમાં ૩ લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના આગ્રા એક્સપ્રેસ વે પર બનવા પામી છે.

અત્યાર સુધીમાં મળતી માહિતી પ્રમાણે, જે બસ કાનપુરમાં આગ્રા એક્સપ્રેસ વે પર દુર્ઘટનાનો શિકાર બની છે તે બસ દિલ્હીથી બિહાર જઇ રહી તી. મંગળ વારે સવારે આ બસ દુર્ઘટનાનો શિકાર થઇ છે. આ ઘટનામાં ૨૦થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે કાનપુર રિફર કરવામાં આવ્યા છે.આ ઘટના કાનપુરના અરોલ પોલીસ વિસ્તારમાં થવા પામી છે.
સીટો વચ્ચે ફસાયેલા યાત્રીઓએ બૂમા બૂમ કરી
આ ઘટનામાં યાત્રીઓ સીટ વચ્ચે ફસાઇ ગયા હતા. આ સિવાય ૧૦૦ મીટર સુધી બસના કાચ અને પાર્ટ્સ વિખરાયેલા જોવા મળ્યા હતા. સીટો વચ્ચે ફસાયેલા યાત્રીઓએ બૂમા બૂમ કરી હતી.અફરા તફરી વચ્ચે પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોચી અને ફસાયેલા યાત્રીઓને સીટ વચ્ચેથી કાપીને બહાર નિકાળવામાં આવ્યા છે.