Last Updated on by Sampurna Samachar
દેશભરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો
દિલ્લી પોલીસે કર્ણાટકના મૈસુરથી ૪૭ વર્ષીય શખ્સને પકડી પાડ્યો છે : આરોપીના રિમાન્ડ લઈને વધુ કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ઈમેલ દ્વારા ધમકી મળ્યાના બનાવી ખુબ જ બની રહ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ સહિત અનેક સંસ્થાઓની સાથે જ દેશભરની અનેક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આખરે ઝડપાયો છે. દિલ્લી પોલીસે કર્ણાટકના મૈસુરથી ૪૭ વર્ષીય શખ્સને પકડી પાડ્યો છે. આરોપીએ અનેક સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મોકલ્યો હતો.

ભેજાબાજ શખ્સે કુલ ૧૧૦૦થી વધુ શાળાઓને ધમકી મોકલી હતી. મળતી માહિતી મુજબ શખ્સ મૂળ બેંગલોરનો રહેવાસી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપી માનસિક રીતે અસ્થિર હોવાની પોલીસને આશંકા છે. પોલીસે આરોપી પાસેથી એક લેપટોપ અને સીમકાર્ડ જપ્ત કર્યા છે. જે બાદ આરોપીના રિમાન્ડ લઈને વધુ કાર્યવાહી કાર્યવાહી હાથ ધરાવામાં આવી છે.
આરોપીના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરાઈ
મળતી માહિતી મુજબ દિલ્લી સહિત અનેક રાજ્યોમં શાળાઓ, હાઈકોર્ટ, સરકારી કચેરીઓને ધમકીભર્યો મેઈલ કરી આતંક મચાવનાર ભેજાબાજ આરોપીનું નામ શ્રીનિવાસ લુઈસ છે. દિલ્લી અને કર્ણાટક પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભેજા બાજને ઝડપી પાડ્યો છે.
અનુસ્નાતકની ડિગ્રી મેળવેલા બેરોજગાર આરોપીએ અનેકવાર ધમકી ભરેલા ઈમેઈલ કરીને તંત્રને દોડતું કર્યું છે. આ આરોપીએ હાઈકોર્ટના એક જજને પણ ધમકીભર્યો ઈમેઈલ કર્યો હતો. સમગ્ર મામલે પૂછપરછ કરાતા આરોપીએ પોતે કરેલા ગુનાઓની કબૂલાત કરી છે. ત્યારે હાલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બેંગલુરુનો રહેવાસી આરોપી શ્રીનિવાસ અનુસ્નાતક ડિગ્રી ધરાવે છે. તે હાલમાં બેરોજગાર છે અને તેની માતા, એક નિવૃત્ત સરકારી કર્મચારી સાથે રહે છે. ઘર સંપૂર્ણપણે તેની માતાના પેન્શન પર ચાલે છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ સૂચવે છે કે તે માનસિક તણાવથી પીડાતો હોઈ શકે છે, જેના કારણે તે આ કૃત્યો કરવા માટે પ્રેરિત થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે તેણે વ્યાપક ગભરાટ ફેલાવવાના ચોક્કસ હેતુથી જાણીને કોર્ટ, શાળાઓ અને કોલેજોને નિશાન બનાવ્યા હતા. હાલમાં સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.
નોંધનીય છે કે શ્રીનિવાસની ખોટી ધમકીઓને કારણે કડક સુરક્ષા પગલાં અમલમાં મૂકવાની જરૂર પડી; લોકોને અનેક સ્થળોએથી બહાર કાઢવા પડ્યા, અને ઘણી સંસ્થાઓમાં કામગીરી સ્થગિત કરવામાં આવી. આરોપીને ત્યારબાદ મૈસુરની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આ ધમકીઓ મળેલા તમામ સ્થળોને ઓળખવા અને વિવિધ રાજ્યોમાં કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે સંકલન કરવાના પ્રયાસો ચાલુ છે.