Last Updated on by Sampurna Samachar
બંને પ્રોજેક્ટ માટે ૧૦,૦૦૦ કરોડ ખર્ચ કરાશે
કેબિનેટના આ ર્નિણયથી ઓડિશાને મોટી રાહત થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે ૨ મોટા પ્રોજેક્ટની મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ ઇન્ફ્રાસ્ટક્ચર સાથે જોડાયેલો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બાબતની જાણકારી આપતા કહ્યુ કે, કેબિનેટ રાજસ્થાનમાં એક એરપોર્ટ અને ઓડિશામાં રિંગ રોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ બંને પ્રોજક્ટ મહત્વ પૂર્ણ છે. આ બંને પ્રોજેક્ટ માટે ૧૦,૦૦૦ કરોડ ખર્ચ કરાશે.

ઓડિશામાં ૬ લેન રિંગ રોડ ૧૧૦.૮૭૫ કિમી લાંબો હશે. જેના માટે કુલ ૮૩૦૭.૭૪ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ભારતનો સૌથી મોટો રોડ પ્રોજેક્ટ માંથી એક પ્રોજેક્ટ છે. જેને કેબિનેટે મંજૂરી આપી છે. કેબિનેટના આ ર્નિણયથી ઓડિશાને મોટી રાહત થશે. સાથે અવર જવરની સુવિધા સરળ બની જશે. જેનાથી બિઝનેસ કરનારા લોકોને પણ ફાયદો થશે અને દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે.
એરપોર્ટ માટે ૧૫૦૭ કરોડ રૂપિયાનો ખર્ચો થશે
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજસ્થાનના કોટા બૂંદી એરપોર્ટને લઇને પણ પ્રોજેક્ટનું એલાન કર્યુ છે. જાણકારી અનુસાર, કેબિનેટે અહિંયા ગ્રીનફીલ્ડ એરપોર્ટ માટે મંજૂરી આપી છે. યોજના પ્રમાણે અહિંયા ૩૨૦૦ મીટર લાંબો રનવે બનાવવામાં આવશે. એરપોર્ટ ૧૦૮૯ એકર જમીનમાં ફેલાયેલું હશે.
આ એરપોર્ટ તૈયાર થયા બાદ આશરે ૨૦ લાખ યાત્રીઓની અવર જવર થશે. આ એરપોર્ટ માટે ૧૫૦૭ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રમાણે જમીનની ઓળખાણ થઇ ચૂકી છે અને હવે તેનુ કામ જલ્દી જ શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે વર્ષ ૨૦૧૪ થી લઇને ૨૦૨૪ સુધી દેશમાં ઓપરેશનલ એરપોર્ટસની સંખ્યા ૭૪ થી વધીને ૧૬૨ થઇ ગઇ છે.