Last Updated on by Sampurna Samachar
સુરક્ષા, શાંતિ અને સ્થિરતા એ વિકાસનો આધાર
આતંકવાદ પર બેવડું વલણ નહીં ચાલે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના તિયાનજિનમાં ચાલી રહેલા શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનને સંબોધન કર્યું. તેમણે આ મંચ પરથી એક સાથે ચીન અને અમેરિકાને તેમની બેવડી નીતિઓ પર આકરા પ્રહાર કર્યા. તેમણે આતંકવાદને દુનિયા માટે મોટો ખતરો ગણાવ્યો. PM મોદીએ પાકિસ્તાની પ્રધાનમંત્રી શાહબાજ શરીફ સામે જ કહ્યું કે પહલગામમાં દુનિયાએ આતંકવાદનો બિહામણો ચહેરો જોયો. ભારત આતંકવાદનો દંશ ઝેલી રહ્યું છે અને આતંકવાદ પર બેવડું વલણ નહીં ચાલે.
PM મોદીએ કહ્યું કે, ભારત છેલ્લા ચાર દાયકાઓથી આતંકવાદનો દંશ ઝેલી રહ્યું છે. હાલમાં જ આપણે પહેલગામમાં આતંકવાદનું બિહામણું સ્વરૂપ જોયું. આ દુખની ઘડીમાં જે મિત્ર દેશ અમારા પડખે રહ્યા હું તેમનો આભાર વ્યક્ત કરું છું. PM મોદીએ કહ્યું કે આ (પહલગામ) હુમલો માનવતામાં વિશ્વાસ ધરાવતા દરેક દેશ અને વ્યક્તિ માટે ખુલ્લો પડકાર હતો. આવામાં સવાલ ઉઠે તે સ્વાભાવિક છે કે કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લું સમર્થન એ શું સ્વીકાર્ય હોઈ શકે? આપણે સ્પષ્ટ રીતે એક સૂરમાં કહેવું પડશે કે આતંકવાદ પર કોઈ પણ બેવડો માપદંડ સ્વીકાર્ય નહીં હોય.
આતંકવાદનો દરેક રંગમાં અને દરેક રૂપમાં વિરોધ કરવો પડશે
PM મોદીએ કહ્યું કે ભારતે SCO ના સક્રિય સભ્ય તરીકે હંમેશા રચનાત્મક અને સકારાત્મક ભૂમિકા ભજવી છે. SCO અંગે ભારતનો દ્રષ્ટિકોણ અને નીતિ ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત છે, જી – સિક્યુરિટી, Z – કનેક્ટિવિટી, અને ૦ – ઓપોર્ચ્યુનિટી.
PM મોદીએ કહ્યું કે, સુરક્ષા, શાંતિ અને સ્થિરતા કોઈ પણ દેશના વિકાસના આધાર છે. પરંતુ આતંવાદ, અલગાવવાદ, અને અતિવાદ મોટા પડકારો છે. આતંકવાદ ફક્ત કોઈ દેશની સુરક્ષા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે એક સંયુક્ત પડકાર છે. કોઈ દેશ, કોઈ સમાજ, કોઈ નાગરિક તેનાથી પોતાને સુરક્ષિત સમજી શકે નહીં. આથી ભારતે આતંકવાદની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો છે.
ભારતે સંયુક્ત સૂચના અભિયાનનું નેતૃત્વ કરીને અલ કાયદા, અને તે સંલગ્ન આતંકવાદી સંગઠનો સામે લડવાની પહેલ કરી, અમે આતંકવાદને ફંડિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેમાં મળેલા સમર્થન માટે હું આભાર વ્યક્ત કરું છું. આ ઉપરાંત PM મોદીએ એમ પણ કહ્યું કે આજે ભારત ” “Reform, Perform and Transform” ના મંત્ર પર આગળ વધી રહ્યું છે.
કોવિડ હોય કે વૈશ્વિક આર્થિક અસ્થિરતા, અમે દરેક પડકારને અવસરમાં બદલવાની કોશિશ કરી છે. વ્યાપક સુધારા પર સતત કામ થઈ રહ્યું છે. જેનાથી દેશમાં વિકાસની નવી તકો ખુલી રહી છે અને વૈશ્વિક સહયોગ પણ વધી રહ્યો છે. તેમણે તમામ દેશોને ભારતની વિકાસ યાત્રામાં સામેલ થવાનું નિમંત્રણ આપ્યું.
SCO નું સંયુક્ત ઘોષણાપત્ર આવ્યાના થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર પોતાની વાત મૂકી હતી. મોદીએ કહ્યું કે, આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ મોટા પડકારો છે. આતંકવાદ માત્ર કોઈ દેશની સુરક્ષા જ નથી, પરંતુ સમગ્ર માનવતા માટે એક સામાન્ય પડકાર છે. કોઈ પણ દેશ, કોઈ સમાજ, કોઈ નાગરિક તેનાથી પોતાને સુરક્ષિત માની શકતો નથી. તેથી જ ભારતે આતંકવાદ સામેની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો છે.
મોદીએ કહ્યું કે, છેલ્લા ૨૪ વર્ષોમાં SCO નું સમગ્ર યુરેશિયન ક્ષેત્રને વિસ્તૃત પરિવાર સાથે જોડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ભારતે એક સક્રિય સદસ્ય તરીકે હંમેશા રચનાત્મક અને સકારાત્મક ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, SCO અંગે ભારતની વિચારસરણી અને નીતિ ત્રણ મુખ્ય સ્તંભો પર આધારિત છે.
PM એ આગળ કહ્યું કે, ભારત છેલ્લા ૪ દાયકાથી આતંકવાદ સહન કરી રહ્યું છે. ઘણી માતાઓએ પોતાના બાળકો ગુમાવ્યા છે અને ઘણા બાળકો અનાથ બની ગયા છે. તાજેતરમાં જ આપણે પહલગામમાં આતંકવાદનું ખૂબ જ ઘૃણાસ્પદ સ્વરૂપ જોયું. આ હુમલો માત્ર ભારતના અંતરાત્મા પર જ આઘાત નહોતો, પરંતુ તે દરેક દેશ અને માનવતામાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ માટે ખુલ્લો પડકાર હતો.
તેમણે કહ્યું કે, આવી સ્થિતિમાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે, શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપણને સ્વીકાર્ય છે? આપણે સ્પષ્ટપણે અને એક સ્વરમાં કહેવું પડશે કે આતંકવાદ પર કોઈ ડબલ સ્ટાન્ડર્ડ સ્વીકાર્ય નથી. આપણે સાથે મળીને આતંકવાદનો દરેક રંગમાં અને દરેક રૂપમાં વિરોધ કરવો પડશે. આ માનવતા પ્રત્યે આપણી જવાબદારી છે.