મોદી આસામના બરપેટામાં આયોજિત રેલીમાં બોલ્યા

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૧૬ એપ્રિલે સંસદનું વિશેષ સત્ર, મહત્ત્વનું બિલ લાવી રહી છે સરકાર

તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે  ઐતિહાસિક કાયદાને કોઈ વિરોધ વગર સર્વ સંમતિથી પસાર કરવામાં આવે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

પીએમ મોદીએ આસામના બરપેટામાં આયોજિત એક વિશાળ ચૂંટણી રેલીમાં દેશની મહિલાઓ માટે એક અત્યંત મહત્ત્વની જાહેરાત કરી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર આગામી ૧૬ એપ્રિલથી સંસદનુંએક વિશેષ સત્ર બોલાવવા જઈ રહી છે. સત્રમાં મહિલા અનામત વિધેયકને લઈને મોટા ફેરફારો કરવામાં આવશે.

તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે દેશનીનારીશક્તિના અધિકારો સાથે જોડાયેલા ઐતિહાસિક કાયદાને કોઈ પણ વિરોધ વગર સર્વસંમતિથી પસાર કરવામાં આવે. પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે બિલથી પૂર્વોત્તર કે દક્ષિણ ભારતના રાજ્યોમાં બેઠકો ઘટશે નહીં, કારણ કે સરકાર મહિલાઓ માટે વધારાની બેઠકો અને કુલ બેઠકોની સંખ્યા વધારવા પર કામ કરી રહી છે.

ભાજપએનડીએ સરકારની જીતની હેટ્રિક નક્કી

પીએમ મોદીએ જણાવ્યું કે, દેશની દીકરીઓ અને બહેનોના અધિકારો માટે સરકાર આગામી ૧૬ એપ્રિલથી સંસદનું વિશેષ સત્ર બોલાવી રહી છે. વડાપ્રધાને સ્પષ્ટતા કરી હતી કે બિલથી કોઈ પણ રાજ્યને નુકસાન થશે નહીં. ખાસ કરીને દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યો, જ્યાં વસ્તી નિયંત્રણ સફળ રહ્યું છે, ત્યાં પ્રતિનિધિત્વ ઘટશે એવી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા તેમણે કહ્યું કે, અમે મહિલાઓ માટે વધારાની બેઠકોની વ્યવસ્થા કરી રહ્યા છીએ. હાલની બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે જેથી કોઈના હક છીનવાશે નહીં.

પીએમ મોદીએ તમામ રાજકીય પક્ષોને કાર્યમાં સહકાર આપવા વિનંતી કરી છે. તેમણેઅસમના બહેનોને ખાસ અપીલ કરી કે તેઓ તમામ પક્ષોના નેતાઓ પર દબાણ લાવે જેથી કાયદોસર્વસંમતિથી પસાર થઈ શકે. તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો ઉમદા કાર્ય વિશે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાછે, પરંતુ બિલ સમગ્ર દેશના હિતમાં છે. ભારતીય સંસદના ઇતિહાસમાં સૌથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.

વર્ષ ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા બેઠકો વધારવા અને ૩૩% બેઠકોમહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી છે. રિપોર્ટ મુજબ, હાલ લોકસભાની બેઠકો ૫૪૩ છે જે વધારીને ૮૧૬ કરવામાં આવી શકે છે, જેમાંથી ૨૭૩ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. સરકારનારી શક્તિ વંદના અધિનિયમ અને સીમાંકન કાયદામાં ફેરફાર કરવા માટે સંસદમાં બે અલગઅલગ બિલલાવવાની યોજના બનાવી રહી છે.

માટે ભાજપ અને શિવસે વચ્ચે ચર્ચા થઈ ચૂકી છે, જ્યારે અન્યપ્રાદેશિક પક્ષો સાથે પણ વાતચીત ચાલી રહી છે. નોંધનીય છે કે, મોડેલ રાજ્યોની વિધાનસભાઓમાં પણ લાગુ કરવાની સરકારની યોજના છે.

મહિલા અનામત બિલ એટલે કે, નારી શક્તિ વંદન અધિનિય ૨૦ સપ્ટેમ્બર૨૦૨૩માં લોકસભામાં અને ૨૧ સપ્ટેમ્બરે રાજ્યસભામાં પાસ થયું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેને મંજૂરી આપી દીધી હતી કાયદો કંઈ તારીખથી લાગુ કરવાનો છે, તે હજુ સુધી નક્કી કરાયું નથી. કેન્દ્ર સરકાર નોટિફિકેશન દ્વારા કાયદો લાગુ કરશે અને જરૂર પડશે તો તેમાં ફેરફાર પણ કરી શકે છે.

સાથે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, વખતે આસામની જનતા બે મોટાર્નિણયો લેવા જઈ રહી છે.પહેલો ર્નિણય છે કે રાજ્યમાં ભાજપએનડીએ સરકારની જીતની હેટ્રિક નક્કી છે, અને બીજો  કેદિલ્હીમાં બેઠેલો શાહી પરિવાર વખતે પોતાની હારનું શતક ફટકારશે.

કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે હંમેશા ટૂંકા ગાળાની રાજનીતિ કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું છે, જ્યારે ભાજપ મહત્ત્વનાઅને દીર્ઘકાલીન વિકાસના કાર્યો કરી રહી છે. છેલ્લી વસ્તી ગણતરી અને સીમાંકનની રાહ જોવાને બદલે, સરકાર ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે પ્રક્રિયા પૂર્ણ કરવા માંગે છે જેથી ૨૦૨૯ પહેલા મહિલાઓને તેમનો હક મળી શકે.

ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાને પક્ષના કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે અને આધુનિક વ્યૂહનીતિના સથવારે આર્ત્મનિભર ભારત તરફ આગળ વધીરહી છે. બરપેટાની રેલીમાં ઉમટેલી અભૂતપૂર્વ ભીડનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ આસામની મહિલાઓનેખાસ વિનંતી કરી હતી કે તેઓ તમામ પક્ષના નેતાઓ પર મહિલા અનામત કાયદો પસાર કરાવવા માટેદબાણ બનાવે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.