Last Updated on by Sampurna Samachar
ખુશ્બૂની મુલાકાત કાસિમ નામના યુવક સાથે થઈ હતી
સફેદ ચાદરમાં લપેટાયેલી જોવા મળી ખૂશ્બુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના સાગરની રહેવાસી પણ રાજધાની ભોપાલમાં મોડલિંગ કરી રહેલી ખુશ્બૂ આહિરવારના મોતે સોશિયલ મીડિયા અને સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. પરિવારનું કહેવું છે કે થોડા સમય પહેલા ખુશ્બૂની મુલાકાત કાસિમ નામના યુવક સાથે થઈ હતી, જેણે પોતાનું નામ રાહુલ બતાવ્યું હતું. બંને ઉજ્જૈન ફરવા ગયા હતા, પણ વાપસીમાં ખુશ્બૂ ભોપાલની એક હોસ્પિટલમાં પહોંચી ગઈ. અહીં તે સફેદ ચાદરમાં લપેટાયેલી જોવા મળી. ખુશ્બૂની બહેનનું કહેવું છે કે એકથી વધારે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. મારી બહેનના શરીર પર કેટલીય જગ્યાએ ઈજાના ઘા જોવા મળ્યા હતા. આખું શરીર ફીકું પડી ગયું હતું.

મૃતકાની ઓળખ ખુશ્બૂ આહિરવાર ઉર્ફ ખુશી વર્મા (૨૭) તરીકે થઈ છે. તે છેલ્લા ત્રણ વર્ષથી ભોપાલમાં રહીને મોડલિંગ કરી રહી હતી અને પાર્ટ ટાઈમ જોબથી પોતાનો ખર્ચ ચલાવતી હતી. પોલીસે જણાવ્યું કે ખુશ્બૂ અભ્યાસ વચ્ચેથી છોડી ચૂકી હતી અને સ્થાનિક બ્રાન્ડ્સ માટે મોડલિંગ કરી રહી હતી.
શરીર અને પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાના નિશાન
સોશિયલ મીડિયા પર ડાયમંડ ગર્લના નામથી એક્ટિવ હતી અને તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ ૧૨ હજાર ફોલોઅર્સ હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, મૃતદેહ પરીક્ષણ કરતા એવું સામે આવ્યું છે કે કમર પર બેલ્ટના નિશાન હતા. માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાના નિશાન હતા. પરિવારનો આરોપ છે કે આ પ્રેમ સંવાદ નહોતો. પણ પ્રેશર અને જબરદસ્તીનો મામલો હતો. તેમના તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે યુવકે શારીરિક રીતે તેની સાથે મારપીટ કરી છે અને ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરવાનું પ્રેશર આપ્યું હતું.
ખજૂરી પોલીસે આરોપી કાસિમની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ ચાલી રહી છે. શરુઆતી રિપોર્ટ્સ અનુસાર, પોલીસ તપાસ કરી રહી છે કે શું આ મામલો ખાલી પ્રેમનો હતો કે અપરાધની ગંભીર ધારાઓ હત્યા, પ્રેશર, ધાર્મિક રીતે છેડતી પણ આ ઘટનામાં સામેલ છે. કાસિમ હાલમાં આ ઘટના વિશે કંઈ કહેવા તૈયાર નથી. પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન ડેટા, તથા મેડિકલ રિપોર્ટ સહિત અન્ય પૂરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. પરિવાર માગ કરી રહ્યો છે કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય.
આ ઘટના બાદ મૃતકાના પરિવારે હત્યાનો આરોપ લગાવી ન્યાયની માગ કરી છે. મૃતકાની માતા લક્ષ્મીએ આરોપ લગાવ્યો કે દીકરીના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજાના નિશાન છે. ચહેરા, ખભ્ભા અને પ્રાઈવેટ પાર્ટ પર ગંભીર ઈજાના નિશાન છે. તેમનું કહેવું છે કે ખુશ્બૂની ર્નિમમ રીતે મારપીટ કરી હત્યા કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.