Last Updated on by Sampurna Samachar
સુરેન્દ્રનગર SOG ને મોટી સફળતા મળી
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર SOG દ્વારા ધ્રાંગધ્રા સબ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયુ હતું. જ્યાં જેલમાંથી મોબાઇલ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જે મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર SOG ટીમની જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ઇલેક્ટ્રોનિક વસ્તુ મળી આવી હતી. ધ્રાંગધ્રા સબ જેલના બેરક નંબર ૭ના બાથરૂમમાંથી મોબાઇલ મળી આવ્યો હતો. આ મામલે સુરેન્દ્રનગર SOG દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે.
જેલમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરેન્દ્રનગર SOG દ્વારા ચેકિંગમાં સબ જેલના બેરક નંબર ૭ ના બાથરૂમમાંથી મોબાઇલ ફોન મળી આવતા સબ જેલ સ્ટાફમાં સોપો પડી ગયો હતો. અનેક વખત ધ્રાંગધ્રાની સબ જેલમાં પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર SOG પોલીસે મોબાઈલ ફોન ઝડપી લઇ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.