Last Updated on by Sampurna Samachar
હાઈકોર્ટે આખરે જામીન કર્યા મંજૂર
નર્મદા પ્રાંત ઓફિસમાં તોડફોડ, મારામારી અને ધમકીનો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે જામીન મળ્યા છે. જોકે, તેમને જામીનના એક શરતનું પાલન કરવું પડશે. ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડામાં નર્મદા પ્રાંત ઓફિસમાં તોડફોડ, મારામારી અને ધમકીનો આરોપ છે.
AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે. જેમાં ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં પ્રવેશ નહિ કરી શકે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે સત્રમાં હાજરી આપવા માટે તેમના ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા.
કથિત ઝઘડા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો
કોર્ટે તેમને ૮ થી ૧૦ સપ્ટેમ્બર સુધી પોલીસ જાપ્તા સાથે જામીન મંજૂર કર્યા હતા. આ બાદ તેઓે ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થયા હતા. આ રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય વિધાનસભાના સત્રમાં હાજરી આપી શક્યા હતા.
ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પ્રાંત કાર્યાલય ખાતે યોજાયેલી છ્ફ્ ની સંકલન બેઠક દરમિયાન, ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવામાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને કથિત ઝઘડા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી.