Last Updated on by Sampurna Samachar
રાજીવ શુક્લા ઉપપ્રમુખ તરીકે ચાલુ રહેશે
દેવજીત સૈકિયાને બોર્ડના નવા સચિવ તરીકે નિયુક્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિથુન મનહાસને BCCI ના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજીવ શુક્લા ઉપપ્રમુખ તરીકે ચાલુ રહેશે. કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રઘુરામ ભટ ખજાનચી રહેશે. KSCA ના પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થાય છે. દેવજીત સૈકિયા સચિવ તરીકે ચાલુ રહેશે, જ્યારે પ્રભતેજ ભાટિયાને સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ દરમિયાન, BCCI માં અન્ય હોદ્દાઓ પર પણ મહત્વપૂર્ણ નિમણૂકો કરવામાં આવી છે. જયદેવ નિરંજન શાહને એપેક્સ કાઉન્સિલમાં ચૂંટવામાં આવ્યા છે. અરુણ સિંહ ધુમલ અને એમ. ખૈરુલ જમાલ મજરૂમદારને ગવર્નિંગ કાઉન્સિલમાં ચૂંટવામાં આવ્યા છે. આ રીતે, BCCI ની નવી કાર્યકારી સમિતિ આગામી કાર્યકાળ માટે કાર્યભાર સંભાળશે અને ભારતીય ક્રિકેટની કાર્યપ્રણાલી અને નીતિઓ સંબંધિત મહત્વપૂર્ણ ર્નિણયો લેશે.
ભારતીય ક્રિકેટની કમાન હવે નવા હાથમાં સોંપાઈ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ નવી કારોબારી સમિતિની રચના કરી છે. ચૂંટણી અધિકારીએ મુંબઈમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં નવા પદાધિકારીઓના નામ જાહેર કર્યા. આ બેઠક બાદ, ભારતીય ક્રિકેટની કમાન હવે નવા હાથમાં સોંપાઈ ગઈ છે.
ભૂતપૂર્વ ક્રિકેટર મિથુન મનહાસને BCCI પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. રાજીવ શુક્લાને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દેવજીત સૈકિયાને બોર્ડના નવા સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રભતેજ સિંહ ભાટિયાને સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને એ. રઘુરામ ભટને ખજાનચી તરીકે ચૂંટવામાં આવ્યા છે. નવી કારોબારી સમિતિ આગામી કાર્યકાળ માટે ભારતીય ક્રિકેટ સંબંધિત તમામ મુખ્ય ર્નિણયો લેશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે નીતિઓ પર કામ કરશે.
માત્ર ટોચના હોદ્દા જ નહીં, BCCI માં અન્ય મુખ્ય હોદ્દાઓ પર પણ નવા ચહેરાઓ ઉભરી આવ્યા છે. જયદેવ નિરંજન શાહને એપેક્સ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. અરુણ સિંહ ધુમલ અને એમ. ખૈરુલ જમાલ મજરૂમદારને ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ટીમ ભારતીય ક્રિકેટના સંચાલન પર કામ કરશે અને ભવિષ્ય માટે નવી યોજનાઓ વિકસાવશે.