Last Updated on by Sampurna Samachar
મેક્સવેલ ઇજાના કારણે ટીમમાંથી બહાર થયો
મિશેલ ઓવેન તે એક અનકેપ્ડ ખેલાડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ IPL ૨૦૨૫માંથી બહાર થઈ ગયો છે. વાત કરીએ તો ગ્લેન મેક્સવેલ માટે આ સિઝન કંઈ ખાસ નહોતી. આ સાથે ગ્લેન મેક્સવેલ ઈજાને કારણે સીઝન વચ્ચે જ પોતાના દેશ પરત ફર્યો છે. તેથી પંજાબ કિંગ્સે મેક્સવેલની જગ્યાએ ઓસ્ટ્રેલિયાના મિશેલ ઓવેનને સાઈન કર્યો છે.
મિશેલ ઓવેન હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો છે. મિશેલ ઓવેન પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મી ટીમનો સભ્ય છે. આ પાકિસ્તાન સુપર લીગની ૧૦ મી સીઝન છે. બાબર આઝમના નેતૃત્વ હેઠળની પેશાવર ઝાલ્મી ૧૦મી સિઝનમાં કંઈ ખાસ કરી શકી નથી. આ સિઝનમાં પેશાવર ઝાલ્મી પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું. તેથી એવી આશા છે કે તે પેશાવરની છેલ્લી લીગ મેચ પછી ભારત આવશે. પેશાવરની છેલ્લી લીગ મેચ ૯ મેના રોજ છે.
મિશેલ ઓવેનનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નથી
પાકિસ્તાન સુપર લીગમાં પેશાવર ઝાલ્મી માટે મિશેલ ઓવેનનું પ્રદર્શન પણ કંઈ ખાસ રહ્યું નથી. ઓવેન આ સિઝનમાં પેશાવર ઝાલ્મી માટે કુલ ૭ મેચ રમ્યો છે, જેમાં તે ફક્ત ૧૦૧ રન બનાવી શક્યો છે. મિશેલ ઓવેનને બોલિંગમાં પણ વધારે તક મળી નથી. આવી સ્થિતિમાં જો તે IPL માં પંજાબ કિંગ્સની ટીમમાં આવે છે, તો તેણે શાનદાર પ્રદર્શન કરવું પડશે.
મિશેલ ઓવેન વિશે વાત કરીએ તો, તે એક અનકેપ્ડ ખેલાડી છે. મિશેલ ઓવેને છેલ્લી બિગ બેશ લીગમાં પોતાનું જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. મિશેલ ઓવેન BBL માં હોબાર્ટ હરિકેન્સની ટીમનો સભ્ય હતો. હોબાર્ટ માટે અંતિમ મેચમાં ઓવેને વિસ્ફોટક બેટિંગ કરી, ૪૨ બોલમાં ૧૦૮ રન બનાવ્યા. તેની શાનદાર બેટિંગને કારણે જ હોબાર્ટે ફાઇનલમાં સિડની થંડર્સને હરાવ્યું હતું.