Last Updated on by Sampurna Samachar
ભારતની મનિકા વિશ્વકર્મા ટોપ ૧૨માં સામેલ ન થઈ
મિસ મેક્સિકોને મિસ યુનિવર્સના ખિતાબથી નવાજવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
થાઈલેન્ડના બેંગકોકમાં વર્ષ ૨૦૨૫ની મિસ યુનિવર્સની ફિનાલે યોજાઈ હતી. જે ભારતીય સમય મુજબ સવારે ૬.૩૦ વાગે શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ મિસ મેક્સિકોને મિસ યુનિવર્સના ખિતાબથી નવાજવામાં આવી છે. આ સાથે જ ફર્સ્ટ રનર અપ થાઈલેન્ડ, સેકન્ડ રનર અપ વેનેઝુએલા અને થર્ડ રનરઅપ ફિલિપાઈન્સની સુંદરીઓ રહી.

આ સ્પર્ધામાં ભારતની ૨૨ વર્ષની મનિકા વિશ્વકર્મા વિવિધ દેશોની ૧૦૦થી વધુ બ્યુટી ક્વિન્સની સાથે કોમ્પિટિશનમાં હતી. પરંતુ એવા સમાચાર છે કે તે ટોપ ૧૨માં પણ સામેલ થઈ શકી નહીં. મિસ યુનિવર્સ ૨૦૨૫ના ફાઈનલિસ્ટમાં ચિલી, કોલંબિયા, ક્યૂબા, ગ્વાડેલોપ, મેક્સિકો, પ્યુટોરિકો, વેનેઝુએલા, ચીન, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, માલ્ટા અને કોટ ડી આઈવરની સુંદરીઓ સામેલ થઈ હતી.
આ સ્પર્ધા જીતીને ઈતિહાસ રચી નાખ્યો
મિસ યુનિવર્સ ૨૦૨૪ ડેનમાર્કની વિક્ટોરિયા કેઝર થેલવિગને ગત વર્ષ ૧૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને આ ખિતાબ જીતનારી તે દેશની પહેલી મહિલા હતી. તેણે મિસ યુનિવર્સ ૨૦૨૫ની વિનર ફાતિમાને તાજ પહેરાવ્યો.
૧૯૫૨માં સ્થાપિત મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન દુનિયાભરની મહિલાઓ માટે એક મંચ છે જે કોમ્પિટિટર્સ વચ્ચે લીડરશીપ, એજ્યુકેશન, સોશિયલ ઈમ્પેક્ટ, ડાઈવર્સિટી અને પર્સનલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપે છે.
જોકે આ વર્ષની આ કોમ્પિટિશન ધાંધલી અને વિવાદોના કારણે ચર્ચામાં રહી. જજ અને મ્યુઝિશિન ઉમર હાર્ફૂચ દ્વારા ફાઈનલના બરાબર ૩ દિવસ પહેલા પોતાના રાજીનામાની જાહેરાત બાદ મિસ યુનિવર્સના બીજા જજ, ફ્રેન્ચ ફૂટબોલ મેનેજર ક્લાઉડ મેકેલે પણ રાજીનામું આપ્યું હતું. ફાતિમા બોશે આ મહિનાની શરૂઆમાં મિસ યુનિવર્સનો ખિતાબ જીતતા પહેલા એક મોટા વિવાદનો સામનો કર્યો હતો.
મળતી માહિતી મુજબ ૨ અઠવાડિયા પહેલા મિસ યુનિવર્સની મેજબાન નવાત ઈત્સરાગ્રિસિલ દ્વારા એક મિટિંગમાં જાહેરમાં આલોચના કરવામાં આવી અને ત્યારબાદ ફાતિમા બોશે નાટકીય રીતે વોકઆઉટ કર્યું હતું. લાઈવ સ્ટ્રીમ સેશન દરમિયાન નવાતે તેના માટે ‘Dumbhead ‘ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારે જે યુવતીને બેઈજ્જત કરવામાં આવી તેણે જ આ સ્પર્ધા જીતીને ઈતિહાસ રચી નાખ્યો.