Last Updated on by Sampurna Samachar
ભગવા વસ્ત્ર ધારણ કરી નવુ નામ અપાયું શ્રી લક્ષ્મી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકુંભ ૨૦૨૫ વિવિધ બાબતોને લઈને સતત ચર્ચામાં છે. ત્યારે મમતા કુલકર્ણી બાદ ફરી એક હસીનાનું નામ મહાકુંભ સાથે જોડાયું છે, કે જેણે ગ્લેમરની દુનિયા છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કરવાનો ર્નિણય કર્યો છે. આ વાત કરી રહ્યા છીએ ઈશિકા તનેજાની. જે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ટુરિઝમ અને મિસ ઇન્ડિયા રહી ચૂકી છે, જે હવે એક્ટિંગની મોહમાયા છોડી સાધ્વી બની ગઈ છે. તેમણે દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી પાસેથી ગુરુ દીક્ષા લીધી. હવે તેણે ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા છે અને તેનું નવું નામ શ્રી લક્ષ્મી આપવામાં આવ્યું છે.
ઈશિકા તનેજા સાધ્વી બન્યા પછી સતત ચર્ચામાં છે. દિલ્હીની રહેવાસી ૩૦ વર્ષીય ઈશિકાએ ગ્લેમરની દુનિયાને અલવિદા કહી દીધું છે. હવે તે સનાતનનો પ્રચાર પ્રસાર કરી રહી છે. તે પોતાને સાધ્વી નહીં પણ સનાતની કહે છે. એક ચેનલ સાથે વાતચીત કરતાં તેણે કહ્યું કે, મહિલાઓ ટૂંકા કપડાં પહેરીને નાચવા માટે નથી બની, પરંતુ દરેક દીકરીએ ધર્મની રક્ષા માટે આગળ આવવું જોઈએ.
આ વાત પર ઇશિકા કહ્યું કે, હું ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાછી નહીં ફરું. પરંતુ તે એમ પણ કહે છે કે, જો તેને ફિલ્મોનું નિર્માણ કરવાની તક મળશે, તો તે કામ જરુર કરીશ અને સનાતનનો પ્રચાર અને પ્રસાર ચાલુ રાખીશ.
ઈશિકા તનેજા દિલ્હીની રહેવાસી છે. તે વર્ષ ૨૦૧૭માં મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચૂકી છે. એ પછીથી મિસ વર્લ્ડ ટુરિઝમ સુધી પણ પહોંચી છે. તેણે મિસ ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધામાં popularity and miss beauty with brain નો ખિતાબ પણ જીત્યો હતો. આ ઉપરાંત તેને રાષ્ટ્રપતિ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી છે. એટલું જ નહીં, ઇશિકાએ ૨૦૧૪ માં ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ પણ જીત્યો હતો. અને તેણે વિક્રમ ભટ્ટની મીની સીરિઝ હદ (૨૦૧૭)માં પણ કામ કર્યું છે.