Last Updated on by Sampurna Samachar
કોઈ મુસાફરને ગંભીર ઇજા થઈ નથી
એસટી બસ ચાલકે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણમાં અસામાજિક તત્વોના આતંક સામે આવ્યો છે. પાટણ હાઇવે પર બાઇક સવાર કેટલાક તોફાની તત્વોએ હાઇવે પર અવરજવર કરી રહેલી બસો અને ડમ્પરો પર પથ્થરમારો કર્યો હતો. પાટણ-શિહોરી હાઇવે પર બાઇક સવારોએ પાટણથી બનાસકાંઠા તરફ જતી GSRTC બસો પર પથ્થરમારો કર્યો હતો, આ ઉપરાંત અમદાવાદથી થરા, અમદાવાદથી દિયોદર જતી અને શામળાજીથી દિયોદર જતી બસોને ટાર્ગેટ બનાવી હતી.

આ ઉપરાંત પાંચ જેટલા ડમ્પરો પર પણ પથ્થરમારો કર્યો હતો. આ સમગ્ર ઘટના મામલે એસટી બસના ચાલકે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગતો એવી છે કે, પાટણ જિલ્લાના શિહોરી હાઈવે પર કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક GSRTC ની ત્રણ બસો અને ૫ ડમ્પરો પર પથ્થરમારો કર્યો હતો.
ડેપોમાં મોડી રાત્રે સલામત રીતે ખસેડવામાં આવી
બાઇક સવાર કેટલાક તોફાની તત્વોના આ કૃત્યથી લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. આ પથ્થરમારાના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા. આ તમામ બસો પાટણ જિલ્લાથી બનાસકાંઠા તરફ મુસાફરો ભરીને જઈ રહી હતી. અમદાવાદ થી થરા અને અમદાવાદ થી દિયોદર અને શામળાજી થી દિયોદર તથા શામળાજી પાટણ બસો પર પથ્થરમારો કરાયો હતો. આ ઘટના રાત્રે ૯ વાગે બની હતી.
ત્રણ બસોમાં કુલ ૮૦ જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જોકે કોઈ મુસાફરને ગંભીર ઇજા થઈ નથી. બસોને સરસ્વતી તાલુકાના ડેપોમાં મોડી રાત્રે સલામત રીતે ખસેડવામાં આવી હતી. સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી માટે તપાસ હાથ શરુ કરી છે. પાટણમાંથી છ લોકોની નકલી પોલીસ ટોળકી હવે પોલીસના સકંજામાં છે.
ઘટનાની વિગતો એવી છે કે, પાટણમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી પોલીસનો ત્રાસ વધ્યો હતો, અને આ દરમિયાન બાતમી મળી હતી કે, કેટલાક લોકો પાટણ એલ.સી.બી.ના પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી લોકો પાસેથી તપાસના ખર્ચ પેટે પૈસાની માગણી કરે છે. આ લોકો બી. ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવતા લીલીવાડી ખાતે રોકાયેલા એક વેપારી પાસે તપાસના નામે રૂપિયા લેવા માટે આવવાના છે. આથી પાટણ એલસીબીની ટીમે છટકું ગોઠવી ૬ નકલી પોલીસની ટોળકીને હોટલમાંથી ઝડપી પાડ્યા હતા. આ લોકોની તપાસ કરતાં તેમની પાસેથી ગુજરાત પોલીસના નામનું ગુજરાત પોલીસનું ખોટું આઇકાર્ડ તથા પોલીસે પહેરવાના બુટ તથા ખાખી મોજા મળી આવ્યા હતા.
આ બાબતે તેને પુછતાં તેઓ પોલીસ વિભાગમાં ફરજ નહી બજાવતા હોવાનું જણાવ્યું હતું, અને તેઓ તમામ એલ.સી.બી. પોલીસનો સ્વાંગ રચી રૂપિયા પડાવવા આવેલા હોવાનું જણાવ્યું હતું. ઝડપાયેલા શખ્સોને રૂ. ૧૮,૧૯,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સાથે સાથે પોલીસે સુચિત કર્યા છે કે ઉપરોક્ત ઈસમોએ પોલીસના નામે જેની પાસેથી પૈસા પડાવેલા હોય તેવા લોકોએ તાત્કાલિક બી. ડિવીઝન પોલીસ પાટણ ખાતે સંપર્ક કરવા જણાવ્યું છે.